મહાનગર પાલિકાના વિસ્તારમાં સતત વધારો જયારે ફાયર સુવિધા યથાવત

  • November 05, 2023 05:59 PM 

ભાવનગર મહાનગરપાલિકાનો વિસ્તાર દિવસેને દિવસે વધતો જાય છે. દસ વર્ષમાં મહાનગરપાલિકામાં સાત જેટલા ગામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. અને મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પરંતુ માત્ર મહાનગરપાલિકાનો અને વિસ્તારનો જ વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સૌથી મહત્વની ગણાતી ફાયર સુવિધામાં કોઈ પણ પ્રકારનો વિકાસ છેલ્લા લાંબા સમયથી થયો નથી. જેને લઇને કોઈ મોટી દુર્ઘટના બને તો ભાવનગર ફાયર બ્રિગેડ ટીમ પહોંચી રહે તેવા સાધનો અને સ્ટાફનો અભાવ યથાવત જોવા મળી રહ્યો છે.


 ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ ગુજરાતના અવિરત વિકાસ સાથે રાજ્ય સહિત શહેરોનો પણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં પણ વિસ્તારમાં વધારો થવા સાથે જ વિકાસના અને કાર્યો પર થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નારી, રુવા, સીદસર, તરસમ્યા, અધેવાડા, અકવાડા સહિતના સાત ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રામ્ય વિસ્તારો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા મનપાનો વિસ્તાર ખૂબ જ મોટો બન્યો છે. જેની સાથે મનપા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રકારના વિકાસના કાર્યો પણ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટી અને મહત્વની ગણાતી ફાયર સુવિધા મહાનગરપાલિકા પાસે બે દાયકાથી યથાવત જ જોવા મળી રહી છે. શહેરમાં અનેક હાયરાઇટ બિલ્ડીંગો પણ બની છે. અને હજુ કેટલીક બિલ્ડીંગોનું કન્સ્ટ્રકશન કામ પણ શરૂ છે. ત્યારે મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં માત્ર એક જ ફાયર સ્ટેશન સાથે મનપા ફાયર વિભાગનું ગાડું ચાલી રહ્યું છે. જેમાં માત્ર 12 વાહનો અને તેમાં પણ ફાયર વાહન સાથે રામરથ અને ફાયરના અન્ય વાહનોનો સમાવેશ થાય છે. તેમજ માત્ર 60 મેન પાવરના સ્ટાફ સાથે તમામ ફાયર બ્રિગેડનું સંચાલન કરવામાં આવે છે. શહેરમાં આવેલી હાઈરાઇડ્સ બિલ્ડીંગો પર પહોંચવા માટે કોઈપણ પ્રકારની સુવિધા ભાવનગર ફાયર બ્રિગેડ પાસે ઉપલબ્ધ નથી. એટલે કહી શકાય કે જો કોઈ મોટી બિલ્ડિંગમાં ફાયર અંગે કોઈ ઘટના બને તો તરસ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિ ભાવનગર ફાયર વિભાગની સર્જાઇ શકે, 1993માં હાઇડ્રોલિક વાહન ખરીદવામાં આવ્યો હતું. પણ કોઈ કારણોસર આ વાહન ખરાબ થઈ જતા રીપેરીંગમાં ગયા બાદ ફરીથી ન તો આ વાહન આવ્યું અને ન તો તેની જગ્યા પર કોઈ અન્ય વાહન ખરીદવામાં આવ્યું. ત્યારે દિવાળીના તહેવારોના સમયમાં અન્ય મોટા શહેરમાં બની હતી, તેવી કોઈ મોટી ફાયર ઘટના સર્જાય તો ભાવનગર ફાયર બ્રિગેડ ટીમ પહોંચી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application