દેશમાં આગામી વર્ષમાં રોજગાર અને કમાણી વધવાનો વિશ્વાસ

  • October 09, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક સ્તરે મોંઘવારીની વચ્ચે મોટાભાગના ભારતીયોને વિશ્વાસ છે કે આગામી એક વર્ષમાં દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ ઉપરાંત દેશમાં રોજગારની સ્થિતિમાં પણ સુધારો થશે.રિઝર્વ બેંક દ્રારા કરવામાં આવેલા કન્યુમર કોન્ફિડન્સ સર્વે દ્રારા આ માહિતી પ્રા થઇ છે. સર્વે અનુસાર, ૫૬.૮ ટકા ભારતીયો માને છે કે આગામી એક વર્ષમાં દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ૧૫.૧ ટકા લોકો માને છે કે દેશની આર્થિક સ્થિતિ આ વર્ષ જેવી જ રહેશે. જોકે, ૨૮.૧ ટકા ભારતીયો માને છે કે આગામી એક વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ બગડશે.


આ સર્વે ૨ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન ૬૦૭૭ ભારતીયો પર કરવામાં આવ્યો હતો અને સર્વેમાં ૫૦ ટકાથી વધુ મહિલાઓની ભાગીદારી હતી. સર્વે અનુસાર, જુલાઈ દરમિયાન ગ્રાહક વિશ્વાસમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ સપ્ટેમ્બર દરમિયાન દેશનો ગ્રાહકના વિશ્વાસનો ઇન્ડેકસ ૯૨.૨ પર પહોંચી ગયો છે, જે ૪ વર્ષમાં સૌથી વધુ છે.રિઝર્વ બેંકના સર્વેમાં ૫૫.૮ ટકા ભારતીયોનું માનવું છે કે આગામી એક વર્ષ દરમિયાન દેશમાં રોજગારની સ્થિતિમાં સુધારો થશે, ૧૮.૧ ટકા લોકો માને છે કે આવતા વર્ષે રોજગારની સ્થિતિ ચાલુ વર્ષની જેમ જ રહેશે, જોકે ૨૬.૨ ટકા લોકો માને છે કે તે આગામી વર્ષે રોજગારીની સ્થિતિ આ વર્ષ કરતાં વધુ ખરાબ રહેશે. અગાઉ, જુલાઈમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન ૩૦.૩ ટકા ભારતીયોએ માન્યું હતું કે આવતા વર્ષે રોજગારની સ્થિતિ વધુ ખરાબ થશે. આનો અર્થ એ થયો કે જુલાઈની સરખામણીમાં સપ્ટેમ્બરમાં એવા ઓછા લોકો છે જેમને લાગે છે કે આગામી વર્ષમાં રોજગારની સ્થિતિમાં ઘટાડો થશે.

રિઝર્વ બેંકના સર્વેમાં ૫૫.૭ ટકા ભારતીયો માને છે કે આવતા વર્ષે તેમની કમાણી સુધરશે, યારે ૩૭.૮ ટકા માને છે કે તેમની કમાણી વર્તમાન સ્તરે જ રહેશે. માત્ર ૬.૫ ટકા માને છે કે આવતા વર્ષે તેમની કમાણીમાં ઘટાડો થશે. જો કે, મોટાભાગના ભારતીયો એમ પણ માને છે કે આવતા વર્ષે જેમ જેમ તેમની આવક વધશે તેમ તેમ તેમના ખર્ચમાં પણ વધારો થશે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેકસ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં બિઝનેસ કોન્ફિડન્સ રેટ વધ્યો છે. વર્ષના બીજા કવાર્ટરમાં ઇન્ડેકસ ૬૭.૧ પર પહોંચી ગયો છે. તે પહેલા ત્રણ માસમાંમાં ૬૬.૧ પર હતો. યારે ગયા વર્ષે સમાન ત્રણ માસમાં ઇન્ડેકસ ૬૨.૨ હતો. વેપારીઓના મતે ગ્રામીણ વિસ્તારોમાંથી માંગ વધવાની ધારણા છે. આનાથી સમગ્ર અર્થતંત્રમાં વિશ્વાસ વધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application