હળવદ ગ્રામ્ય પંથકમાં ઉભા પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા

  • November 29, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકામાં ખેડૂતો રવિ સિઝનમાં એરંડા, વરીયાળી કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું હતું પરંતુ રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે એરંડા વરીયાળી કપાસ સહિત બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે.કમોસમી  માવઠું અને ભારે પવનના કારણે એરંડાઓ જમીનદસ્ત થઈ ગયા છે તો બીજી તરફ વરિયાળી કપાસ સહિત બાગાયતી પાકોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે, જેથી ખેડૂતે માંગ કરી છે કે સરકાર સર્વે કરાવીને  નુકસાનનું  યોગ્ય વળતર  આપે તેવી માગણી કરી છે.
હળવદ  પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ સીઝનની ખેતીમાં  મોંઘા ભાવના  બિયારણોનો ઉપયોગ કરી એરંડાના,રાયડુ,ચણા , જીરૂં વરીયાળ ,સહિત  પાકોનું વાવેતર કરવામાં  આવ્યું હતું..તેમજ કુદરત પણ જગતના તાત ની કસોટી કરતો હોય તેમ અચાનક  હવામાન માં પલટો આવતાં માવઠું  થતાં અગરીયાઓ  અને ખેડૂતો ઓ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી માવઠું થતાં ઉભા પાક માં નુકશાન જવાની ભીતિ સર્જાતા જગતના તાત ને પડયા  પર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે. માવઠાથી ગ્રામ્ય પંથકમાં ્ એરંડા ના ઉભા પાકનો સોથ વળી ગયો છે,  પાકમાં ભારે   નુકસાની નો્ સામનો કરવો  પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જેને લઈ પંથકના ્ ખેડૂતો દ્વારા પાક માં કમોસમી  વરસાદ ના પગલે ઉભા પાકો માં  થયેલ નુકશાન નો  સર્વે કરી પાક વળતર માં  સહાય કરવામાં આવે એવી તેવી હળવદ પંથકના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી વળતર આપયા તેવી  માગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application