ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા પછી થોડા સમયમાં જ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ઘેલા સોમનાથ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરના વિકાસ માટે પોતે ખાસ કિસ્સામાં પિયા ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેનો અમલ ન થતાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ ગઈકાલે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના મુખ્ય ઇજનેરને પત્ર પાઠવીને આ રકમ રિલીઝ કરવા માગણી કરી છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ ગઈકાલે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના મુખ્ય ઇજનેર ને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આ સંદર્ભે તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી અને તેમાં પણ આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે. ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનું રજીસ્ટર ટ્રસ્ટ છે અને તેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર છે. ઘેલા સોમનાથ મંદિર ખાતે અનિવાર્ય પે જાળવણી અને સલામતી માટે જીર્ણેાદ્ધાર રીપેરીંગ રિસ્ટોરેશન પ્રકારના કામો, પીવાનું પાણી ગટર વ્યવસ્થા આંતરિક રસ્તા લેન્ડસ્કેપિંગ અને સુવિધાના કામો કરવાના થાય છે.
સરકારે ઘેલા સોમનાથ માટે અગાઉ પિયા પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી અને તેમાંથી કોમ્યુનિટી હોલ શોપિંગ કોમ્પલેક્ષનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું તે પૂં થયું છે. આ કામ પૂં થયા પછી ૧.૮૬ કરોડની રકમ બચત રહે છે. બીજા તબક્કાના કામમાં મીનળદેવી મંદિર ખાતે વિકાસ કામ હાથ ધરવામાં આવ્યા છે. આ મંદિરના ગર્ભ ગૃહની સાઈઝ , ટેકરી પર જવાના પગથીયા પહોળા કરવા, ટેકરી ઉપર ગાર્ડન, ચિલ્ડ્રન રાઈડ જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે અને તે બે મહિનામાં પૂરા થઈ જશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ધર્મસ્થાનના વિકાસ માટે પિયા ૬૫ લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય છે. પરંતુ મુખ્યમંત્રીએ આ કિસ્સામાં ૧૦ કરોડની ગ્રાન્ટ જાહેર કરી છે. પરંતુ વર્તમાન નિયમના કારણે તે રિલીઝ થવામાં વિલબં થઈ રહ્યો છે હવે ટૂંક સમયમાં આ ગ્રાન્ટ રિલીઝ થાય તેવું સરકારી સૂત્રો જણાવે છે
દસ કરોડની ગ્રાન્ટનું પ્લાનિંગ તૈયાર
દસ કરોડની ગ્રાન્ટ આવે તો તેમાંથી શું કરવું તેનું પ્લાનિંગ તૈયાર છે. મંદિરના ઉતર તરફના કમ્પાઉન્ડ અને પાછળની દીવાલ ઉપર લાઈટ એન્ડ સાઉન્ડ શો ની વ્યવસ્થા કરાશે. શહીદ સ્મારકના પાળીયા, ખાંભી વગેરેને પેડસ્ટલ પર વ્યવસ્થિત રીતે ગોઠવી શહીદ સ્મારકનું રીનોવેશન કરાશે. મુખ્ય શિર ઉપર ધ્વજા ચડાવવા સીડી અને પ્લેટફોર્મ બનાવાશે. મંદિરના ઇતિહાસના આલેખ માટે ત્રણ ડિજિટલ બોર્ડ રાખવામાં આવશે. મંદિરને કાયમી આવક મળી રહે તે માટે દુકાનો બનાવાશે. પાકિગ વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રાળુઓની સુવિધા માટે રહેવાના મ ટોયલેટ બ્લોક વગેરે બનાવાશે. મંદિરની બહારના ભાગે રસ્તા તરફની દિવાલ પર શિવ મહાપુરાણના પ્રસંગોનું ચિત્રાંકન કરાશે. મંદિર સંકુલમાં ઉપરના ખુલ્લા ચોકમાં વીઆઈપી પાકિગની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત રીપેરીંગ, નવા બાંધકામ અને બ્યુટીફિકેશનના અન્ય કામો હાથ ધરવામાં આવનારા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMજામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
January 23, 2025 01:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech