ચીને બાળકોને દત્તક આપવાની નીતિ બંધ કરી, વિદેશી યુગલોની ઈચ્છા રહેશે અધૂરી

  • September 21, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃદ્ધોની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય: 1992થી અત્યાર સુધીમાં દોઢલાખ બાળકો મોકલાયા વિદેશ

વૃદ્ધોની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને, ચીને પહેલા એક બાળકની નીતિ હટાવી અને તાજેતરમાં તેણે વિદેશી પરિવારોમાં બાળકોને દત્તક લેવાની યોજનાને સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી. હકીકતમાં, વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે, ચીને 1992 માં એક-બાળકની નીતિ લાગુ કરી હતી, જેમાં એક પરિવારને માત્ર એક જ બાળક રાખવાની છૂટ હતી. આનો ભંગ કરવા બદલ સખત સજાની જોગવાઈ હતી. સજાના ડરને કારણે માતા-પિતાએ એક કરતાં વધુ બાળકો હોય તો તેમને છોડી દેવાનું શરૂ કર્યું.
વૃદ્ધાવસ્થાની લાકડી જેવી પરંપરાગત વિચારસરણીને લીધે, ચીની પરિવારો મોટે ભાગે બાળક તરીકે છોકરો ઇચ્છતા હતા. જેના કારણે તેઓ છોકરીઓને ત્યજી દેવા લાગ્યા. ત્યજી દેવાયેલા બાળકોની સંખ્યામાં વધારો થતાં તત્કાલીન ચીની સરકારે આ બાળકોને વિદેશી યુગલો માટે દત્તક લેવાનો નિર્ણય કર્યો. આ નીતિને અનુસરીને, લગભગ 200 ચાઈનીઝ પરિવારોને અમેરિકન પરિવારોએ પહેલા જ વર્ષમાં દત્તક લીધા હતા. 2005 સુધીમાં, વિશ્વભરના પરિવારોએ ચીનમાંથી આશરે 8,000 બાળકોને દત્તક લીધા હતા. ટૂંક સમયમાં ચાઈનીઝ બાળકોની માંગ એટલી વધી ગઈ કે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ. ચીને 2015માં વન-ચાઈલ્ડ પોલિસીનો અંત લાવ્યો કારણ કે દેશની વસ્તી વિષયક ફેરફાર થવા લાગ્યો.
2015માં વન ચાઈલ્ડ પોલિસી દૂર કરવામાં આવી ત્યાં સુધીમાં મોટાભાગના યુવાનો લગ્ન અને સંતાનપ્રાપ્તિ પ્રત્યે ઉદાસીન બની ગયા હતા. પરિણામ એ આવ્યું કે યુવાનોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો અને વૃદ્ધોની વસ્તી વધી. 1960 ના દાયકામાં દુષ્કાળ પછી પ્રથમ વખત, 2022 માં ચીનમાં જન્મ કરતાં વધુ મૃત્યુ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના 2024 વર્લ્ડ પોપ્યુલેશન આઉટલુક રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ચીનની 1.4 બિલિયનથી વધુ વસ્તી સદીના અંત સુધીમાં ઘટીને 800 મિલિયનથી ઓછી થઈ જશે. દેશના ભવિષ્યને લઈને ચિંતિત રાષ્ટ્રપતિ શી જિનપિંગ લોકોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
1992થી અત્યાર સુધીમાં લગભગ 1.5 મિલિયન બાળકોને ચીની બાળ દત્તક કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી અડધાથી વધુ અમેરિકન પરિવારોએ દત્તક લીધા હતા. પરંતુ ચીનમાં બાળકોની અછતને જોતા 5 સપ્ટેમ્બરે ચીનના વિદેશ મંત્રાલયે વિદેશમાં બાળક દત્તક લેવાનો કાર્યક્રમ ખતમ કરવાની જાહેરાત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News