પરાગભાઈ તેજાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર્ર વેપાર ઉધોગ માહામંડળનું પ્રતિનિધિ મંડળ ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે મળેલ અને સૌરાષ્ટ્ર્ર કચ્છના વિકાસ માટે થોડા મહત્વના મુદ્દાઓ અંગે રજૂઆત કરેલ અને આગામી તારીખ ૧૧થી ૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાનાર એસ.વી. યુ.એમ. ૨૦૨૫ આંતરરાષ્ટ્ર્રીય મેળાના ઉદ્ધાટન માટે આમંત્રણ આપેલ જે તેઓ સ્વીકારેલ અને આવવાની ખાત્રી આપેલ આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેલ. સૌરાષ્ટ્ર્ર–કચ્છ એટલે ભારતના વઘુ ઉધોગોનું ઉદભવ સ્થાન છે અને વિકાસની દોડમાં કાયમ અગ્રેસરર, છે. ઘણુકાર્ય થયું છે પરંતુ હજુ ઘણું કરવા યોગ્ય કાર્ય બાકી છે, જે અંગે નેસુપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવેલ. કીકોનટ બોર્ડ, આઈ ટી પાર્ક કન્વેન્શન અને એકિઝબિશન સેન્ટર રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં) વીરપુરઅને ચોટીલા યાત્રાધામ વિકાસ, સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર્ર કચ્છ ડેવલપમેન્ટ બોર્ડ કે જેની રચના ૧૯૬૦ થીપ્રસ્તાવિત છે. ઉધોગ કમિશનરઅને ઇન્ડેકસ બી ની રિજનલઓફિસ. મોરબી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર આંતરરાષ્ટ્ર્રીય હવાઈ સેવાઓ, રેલ સેવાઓનુંવિસ્તૃતિકરણ. નિકાસ વેપાર માટે એમ. એસ.એમ. ઈ ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો. મુશ્કેલીઓ તકનું સર્જન કરે છે તેમ વિશ્વનું સૌથી મોટું સ્થળાંતર લગભગ ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર્ર કચ્છની પ્રજાનું થયું હજારો જૈન પરિવાર સુદાન ગયા હજારો લોહાણા પરિવાર કેન્યા યુગાન્ડા ટાંઝાનિયા ગયા તો હજારો ભાટિયા કચ્છી લોકો ગલ્ફ અને આફ્રિકા ગયા. આ સ્થળાંતરે નિકાસ વેપારને તક આપી. આફ્રિકામાં રાજકોટના ડીઝલ એન્જિન પંપની વેપાર થયો, જેતપુરના સાડી ખાંગા – કીટાંગા ઉધોગનો પણ વિકાસ થયો. બીજી તરફ લોહાણા અને ભાટીયા સમાજે આફ્રિકા અને ગલ્ફમાં રિટેલ વેપાર અને ઉધોગ ઉપર પ્રભુત્વ જમાવ્યું કશુંન હોવા છતાં ઘણું કયુ એ સૌરાષ્ટ્ર્ર કચ્છની ખમીરવંતી પ્રજાની આગવી ઓળખ છે. આજે સૌરાષ્ટ્ર્ર કચ્છમાં લાખો લઘુ ઉધોગો ધમધમે છે નિકાસ વેપાર પણ કુદકેને ભૂસકે વધી રહ્યો છે. છતાં અનેક સુવિધાઓની જર છે, જેમકે મોટા ઉધોગોની સ્થાપના, આંતરરાષ્ટ્ર્રીય વિમાનની સેવા, ફાસ્ટ ટ્રેન સાથે જર છે. સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયા કિનારે નાળિયેરી અને ખજૂરના વાવેતરની ખૂબ સંભાવનાઓ રહેલ છે જે આવતા વર્ષેામાં એક લાખ કરોડનો નવો વ્યવસાય વિકસાવી શકે તેમ છે. દ્રારકા અને સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ યાં દર વર્ષે લગભગ ૫૦ લાખ કરતા વધુ ભાવિકો આવે છે તેવા ચામુંડા માતાજીના ધામ ચોટીલા તથા જલારામ થામ વિરપુરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થાય તે જરીછે. ચોટીલાને રેલ માર્ગે જોડવામાં આવે તે પણ ખૂબ જ જરી છે. મોરબી વાંકાનેરમાં સિરામિક સેનેટરી વેર ઘડિયાળ પેકેજીગં સહિતના ઉધોગોથી ૫મધમે છે પરંતુ ત્યાં માળખાકી સુવિધાઓ ખાસ કરીને રસ્તાઓ ખૂબ જ દયાજનક સ્થિતિમાં છે તે સુધારવાની ખૂબ જર છે. આ માટે ત્વરિતનિર્ણય દ્રારા લાખો ઉધોગો ધરાવતા સૌરાષ્ટ્ર્ર કચ્છ માટે ઉધોગ કમિશનર અને ઇન્ડેકસ બીની પ્રાદેશિક કચેરીઓ, હાઇકોર્ટ બેંચ, કન્ટેનર ડેપો, રાજકોટ મોરબી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં એકિઝબિશનસેન્ટર, રેલવે સેવાનું વિસ્તરણ, આંતરરાષ્ટ્ર્રીય હવાઈ સેવાઓ અને નિકાસ વેપાર વધારવા માટે લઘુ ઉધોગો માટે પ્રોત્સાહક પ્રવૃત્તિઓની જર છે.અંતમાં મુખ્ય અને મહત્વની અને સુવાઈ ગીલી સુધી સૌરાષ્ટ્ર્ર કચ્છ કેવળપમેન્ટ બોર્ડની રચના કરવી ખૂબજ જરી છે જેથી તમામ કામગીરી ઝડપથી અને સુવ્યવસિયન દીને બાગળ વધારી શકાય ૧૯૦૦ માં યારે મહારાષ્ટ્ર્ર ગુજરાત રાય બનાવવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્ર્ર કચ્છ અને વિદર્ભના વિકાસ માટે ડેવલપમેન્ટ બોર્ડ બનાવવાની બાતરી આપવામાં આવેલ પરંતુ થયું નથી જેને કારણે સૌરાષ્ટ્ર્રની– કચ્છ. પ્રજાને પીટાપાયેસ્થળાતર કરવું પડુ.ં સૌરાષ્ટ્ર્ર–કચ્છના બે કરોડ કરતા વધુ લોકો દેશ – વિદેશમાં વસ્યા. લાખો લોકો કલકતા, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશ, ઓરિસા, તમિલનાડુમાં વસ્યા અને ઉલ્લ ે ગુજરાતના વાપી, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદમાં આજે લાખો આઈટી નિષ્ણાત યુસાનો તકના અભાવે સૌરાષ્ટ્ર્ર–કચ્છ છોડીને ચાલ્યા ગયા છે. આ સ્થળાંતર બધં થાય તે માટે જરૂરી તમામ કાર્યેાને કરવા મુખ્યમંત્રી અંગત રસ લઈને નિર્ણયો લે તેવી અપીલ કરવામાં આવી હતી.આ મુલાકાત સમયે સૌરાષ્ટ્ર્ર વેપાર ઉધોગના પ્રમુખ પરાગ તેજુરા, ઉપપ્રમુખ મહેશ નગડિયા, કમિટીના સભ્યો કેતન વેકરિયા, વિશાલ ગોહેલ, જયેશ દવે, દિગતં સોમપુરા, પ્રશાંત જોશી, પ્રથમ તેજૂરા વગેરે અને ખાસ ધારાસભ્ય ડો.ર્દિતા શાહ હાજર રહેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech