વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલમાં શિક્ષકદિનની થઇ ઉજવણી

  • September 07, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની વી.જે.મદ્રેસા બોયઝ અને ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ૫ સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શાળામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધો. ૭ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ ટ્રસ્ટી, પ્રિન્સિપલ, શિક્ષક અને બિન શેક્ષણિક વિભાગની ભુમિકા ભજવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીનીઓએ અલગ અલગ વિષય ભણાવ્યા હતા.જેમા ધો.૧ થી ૪ માં પ્રથમ ક્રમ પર પાલખીવાલા અલમીરા જુનેદ અને દ્વિતીય ક્રમ પર જંગી તસ્લીમ મોહમ્મદ શફી રહી હતી. ધો.૫ થી ૭ માં પ્રથમક્રમ પર શેરવાની કનીઝફાતેમા ઈબ્રાહીમ અને દ્વિતીય ક્રમ પર રાવડા બિલ્ક્રીસબાનુ મોહમ્મદ અહેસાન રહી હતી.ધો. ૮ થી ૧૦ માં પ્રથમ પર પઠાણ તમન્ના મોહમ્મદ ખાન અને દ્વિતીય ક્રમ પર માંઢાઈ   ઈકરા નુરમોહમ્મદ રહી હતી. નિર્ણાયક તરીકે ‚પલબેન, રાધિકાબેન  અને ભાવનાબેને  ખુબ જ સરસ રીતે ફરજ બજાવીને પોતાના નિર્ણયો રજુ કર્યા હતા. તેમજ ધો.૭ થી ૧૨ ની તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના ક્લાસને સુશોભન સ્પર્ધા માટે શણગારેલા હતા.જેમાં શાહિનબેન સુર્યાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી જેમાં ધો.૧૦ ના વર્ગ વિજેતા બની હતી.   વિદ્યાર્થીનીઓ શિક્ષક દિન અંતર્ગત  ગીત, શાયરી અને જીવનમાં શિક્ષકના મહત્વ વિશે વક્તવ્ય રજુ કર્યા હતા. અને પોતપોતાના શિક્ષકોને ફુલ અને કાર્ડ આપીને સન્માન કર્યું હતું.વી જે મદ્રેસા સંકુલના ઓન. સેક્રેટરી ફારૂકભાઈએ ઈલમ શીખો ઓર લોગો કો શીખાઓના શાળાના સુત્રને સાર્થક કરતા શિક્ષકોને બિરદાવી આજના મોબાઈલ યુગમાં વિધાર્થીઓ એ શિક્ષણ અને સાથે વર્તન સાથે ખુબ જ સારા અખલાક કેળવવાની જ‚રીયાત પર ભાર મુકી દરેકને અભિનંદન પાઠવ્યા હતા. આજના બનેલા તમામ શિક્ષકોને ફા‚ક સુર્યા અને સાહિનઆપાના હસ્તે ઈનામ  અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, અમૃતા બામણીયા, શિવાની સમાણી અને તમામ સ્ટાફે  ખુબ સરસ આયોજન કર્યું હતું અને આ શિક્ષક દિવસના પર્વની ઉજવણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application