રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ચોમાસામાં ૭૫૬ ગાયના મોત થયાની વિગતો જનરલ બોર્ડ મિટિંગમાં જાહેર થયા બાદ સંચાલન સંભાળતી જીવ દયા ઘર ટ્રસ્ટ નામની સંસ્થાએ ઢોર ડબ્બાનું સંચાલન મહાપાલિકાને પરત સોંપ્યાનો પત્ર ટ્રસ્ટી રાજેન્દ્ર શાહના પુત્ર યશ શાહએ મ્યુનિ.તંત્રને તા.૨૭–૯–૨૦૨૪ના રોજ પાઠવ્યા બાદ હવે તો ખુદ મહાપાલિકા તંત્રએ સંચાલન સંભાળ્યું છે ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસમાં ૧૦ ગાયના મોત નિપજતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે અને આ મામલે મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ કમિશનરને લેખિત રજુઆત કરી વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી છે.
વિશેષમાં આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, વોર્ડ નં.૧૫માં ૮૦ ફટ રોડ ઉપર અમૂલ સર્કલથી આજી ડેમ ચોકડી તરફ જતા રસ્તે આવેલા મહાપાલિકાના ઢોર ડબ્બામાં વધુ ૧૦ ગાયના મોત નિપયાનું માલુમ પડતા વોર્ડ નં.૧૫ના કોંગ્રેસી કોર્પેારેટર કોમલબેન ભારાઇ(રબારી) અને મહાપાલિકાના વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.૧૫ના કોંગ્રેસી કોર્પેારેટર વશરામભાઇ સાગઠિયા તેમજ માલધારી સમાજના કોંગ્રેસી આગેવાન રણજીતભાઈ મૂંધવા સહિતના આગેવાનો ઢોર ડબ્બે દોડી ગયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો.
દરમિયાન આ મામલે વોર્ડ નં.૧૫ના કોંગ્રેસી કોર્પેારેટર વશરામભાઇ સાગઠિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર ઇનવર્ડ નં.૭૬, તા.૩૦–૯–૨૦૨૪થી ઢોર ડબ્બામાં થયેલા ગાયના કણ મોત અંગે વિજિલન્સ તપાસનો આદેશ કરવા માંગણી કરી હતી
એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ૧૩૩૬ના પશુના મોત, ચોમાસાના ત્રણ માસમાં ૭૫૬નાં મોત
મહાપાલિકાના ઢોર ડબ્બામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧૩૩૬ ગાય સહિતના પશુઓના મોત થયા છે અને તેમાંથી ૭૫૬ પશુના મોત તો ફકત ચાલું ચોમાસાના ત્રણ મહિનામાં જ થયા છે. મ્યુનિ.અધિકારીઓ ગાયોના મોત અંગે જણાવે છે કે પ્લાસ્ટિક ખાવાથી, રખડું ઢોરની નબળી રોગ પ્રતિકારક શકિત તેમજ અવસ્થા થવાને કારણે મૃત્યુ નિપયા છે. યારે માલધારી આગેવાન રણજીતભાઇ મૂંધવાએ ઘાસચારાના અભાવે તેમજ બિમાર ગાયોની તબીબી તપાસ તેમજ સારવાર નહીં કરવાને કારણે મૃત્યુ નિપયાનું આક્ષેપ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech