બ્રિજભૂષણને જયારે પણ મોકો મળ્યો ત્યારે છેડતી કરી

  • September 25, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં આરોપી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપો ઘડવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને હાજર રહેવામાંથી એક દિવસની છૂટ આપી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. દિલ્હી પોલીસ તરફથી હાજર થયેલા એડવોકેટે કહ્યું કે બ્રિજ ભૂષણ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. યારે પણ તેને તક મળી ત્યારે તેણે મહિલા કુસ્તીબાજોની છેડતી કરવાનો પ્રયાસ કર્યેા હતો.એડવોકેટે કહ્યું કે પ્રશ્ન એ નથી કે પીડિતાએ કોઈ પ્રતિક્રિયા આપી કે નહીં, પ્રશ્ન એ છે કે તેની સાથે ખોટું કરવામાં આવ્યું છે. એડવોકેટે કહ્યું કે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આધાર અને પુરાવા બ્રિજ ભૂષણ સામે આરોપ માટે પૂરતા છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલે દિલ્હી પોલીસની દલીલો સાંભળ્યા બાદ વધુ સુનાવણી ૭ ઓકટોબર પર મુલતવી રાખી છે. સુનાવણી દરમિયાન સહ–આરોપી વિનોદ તોમર પણ હાજર હતો. છેલ્લી સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે આરોપી ભારતીય કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને તેની સામેના આરોપોની તપાસ માટે સરકાર દ્રારા રચવામાં આવેલી મોનિટરિંગ કમિટી દ્રારા નિર્દેાષ જાહેર કરવામાં આવ્યા નથી. મોનિટરિંગ કમિટીએ આ મામલે નિર્ણય નહીં પણ ભલામણો આપી હતી. આક્ષેપોની તપાસ માટે રમતગમત મંત્રાલયે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા એમસી મેરી કામની આગેવાની હેઠળ નિરીક્ષણ સમિતિની રચના કરી હતી. તેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application