સાઉથના સ્ટાર્સે બોલીવૂડના માંધાતાઓને કમાણીના મામલે પછાડી દીધા

  • January 18, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

  • શાહરુખ, અક્ષયકુમાર, સલમાન ખાન વિજય, પ્રભાસ એનટીઆર કરતા પાછળ
  • ફિલ્મોના પ્રતિસાદને આધારે મનોરંજન જગતના ટોચના કલાકારોની યાદી થઇ જારી

મનોરંજનની દુનિયામાં ફિલ્મો ચાલે ત્યારે કલાકારોને સીધો ફાયદો થાય છે. આ ઉપરાંત કેટલાક કલાકારો એવા પણ છે, જે દર્શકોમાં હંમેશા ફેવરિટ રહે છે. ભૂતકાળમાં સાઉથની ફિલ્મો ને પસંદ કરવામાં આવી રહી હોવાથી દર્શકોની પસંદગીમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી સ્થિતિમાં હંમેશા ટોપ પર રહેલા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સલમાન ખાન અને શાહરૂખ ખાન  પણ પાછળ છૂટવા લાગ્યા છે.

તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં ટોચના મેલ અને ફીમેલ એક્ટર્સની યાદી જાહેર કરવામાં આવી હતી. આમાં સામેલ નામો ચોંકાવનારા છે. તો ચાલો જોઇએ, કોણે કયા સ્થાન પર જગ્યા બનાવી છે.

દેશભરના દર્શકોની પસંદગી અને ફિલ્મોને મળેલા પ્રતિસાદના આધારે તાજેતરમાં ઓરમેક્સ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ટોપ મેલ અને ફિમેલ કલાકારોના નામ શામેલ છે, જે ડિસેમ્બર 2022 સુધી દેશભરમાં ખૂબ પ્રિય હતા. આ યાદીમાં પ્રથમ ત્રણ સ્થાન પર સાઉથના કલાકારો રહ્યા છે. આ સાથે જ શાહરૂખ ખાન નીચે આવી ગયો છે અને સલમાન ખાન ટોપ 10માંથી બહાર થયો છે.
શાહરૂખથી વધુ કમાય છે આ એક્ટર

સાઉથના સુપરસ્ટાર થેલાપતિ વિજયે આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. દરેક ફિલ્મથી સાઉથ તેમજ હિન્દી બેલ્ટના દર્શકોને પ્રભાવિત કરનારો આ એક્ટર હાલ હીરો નંબર વન બની ગયો છે. સમાચાર મુજબ, વિજય એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે શાહરૂખની ફી 100 કરોડની નજીક છે. શાહરૂખને આ યાદીમાં 8મું સ્થાન મળ્યું છે.

કલાકારોની યાદીમાં સામેલ અન્ય કલાકારોની વાત કરીએ તો, પ્રભાસ બીજા નંબરે અને જુનિયર એનટીઆર ત્રીજા નંબરે છે, જેમની ફિલ્મ RRR આજકાલ ધૂમ મચાવી રહી છે. આ સિવાય ચોથા નંબર પર અક્ષય કુમાર પાંચમાં નંબરે અલ્લુ અર્જુન, છઠ્ઠા નંબર પર યશ, સાતમા નંબરે અજીથ કુમાર, નવમા નંબર પર રામ ચરણ અને દસમા સ્થાન પર મહેશ બાબુ છે. એટલે કે આ લિસ્ટમાં બોલિવૂડના માત્ર બે જ સ્ટાર સામેલ છે.

કલાકારોની યાદીની જેમ સૌથી લોકપ્રિય મહિલા કલાકારોની યાદી પણ જાહેર થઇ ચૂકી છે. તેમાં પણ સાઉથની એક્ટ્રેસિસ બોલિવૂડની અભિનેત્રીઓ પર પર ભારે પડતી જોવા મળે છે. સૌથી પહેલા સ્થાન પર તો સૌની ફેવરિટ સામંથા રૂથ પ્રભુએ જગ્યા બનાવી લીધી છે. આ દિવસોમાં તે પોતાની ફિલ્મ 'શકુંતલમ'ને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત આલિયા ભટ્ટને બીજા નંબર પર સ્થાન મળ્યું છે.

અભિનેત્રીઓમાં નયનતારા ત્રીજા સ્થાને, ચોથા સ્થાને દીપિકા પાદુકોણ, કાજલ અગ્રવાલ પાંચમા સ્થાને, રશ્મિકા મંદાના છઠ્ઠા સ્થાને, કેટરિના કૈફ સાતમા સ્થાને, ત્રિશા આઠમા સ્થાને, તમન્ના ભાટિયા નવમા સ્થાને અને કીર્તિ સુરેશ દસમા સ્થાને છે.

ટોપ 10 એક્ટર્સની યાદી             અભિનેત્રીઓ

1. થેલાપતિ વિજય                        સામંથા રુથ પ્રભુ
2. પ્રભાસ                                        આલિયા ભટ્ટ
3. જુનિયર એનટીઆર                    નયનતારા
4. અક્ષયકુમાર                               દીપિકા પાદુકોણ
5. અલ્લુ અર્જુન                              કાજલ અગ્રવાલ
6. યશ                                           રશ્મિકા મંદાના
7. અજીથકુમાર                               કેટરીના કૈફ
8. શાહરુખ ખાન                             ત્રિશા
9. રામચરણ તેજા                             તમન્ના ભાટિયા
10. મહેશ બાબુ                              કીર્તિ સુરેશ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application