ગુજરાતના મુખ્યમંત્રી બનવા કરતા જિલ્લા બેન્કના ડાયરેક્ટર બનવું સારુ : યુવરાજસિંહ

  • March 25, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના મુખ્યમંત્રી બનવા કરતા ડિસ્ટ્રિક્ટ બેન્કનું ડાયરેક્ટર બનવું સારું એમ આજે   ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે યુવરાજસિંહ જાડેજાએ જિલ્લા સહકારી રજિસ્ટ્રારને આવેદન પાઠવવામાં આવ્યુ ત્યારે જણાવ્યુ હતુ.
થોડા દિવસ પહેલા રોજગાર મેળામાં રોજગારી પત્ર એનાયત કરતા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહેતા હતા કે "મુખ્યમંત્રીના દિકરા ને પણ ભલામણથી નોકરી જોતી હોય તો પણ ન મળે એટલી પારદર્શિતા લાવ્યા" ના જોર જોર થી બણગા ફૂંકતા હતા તો એમને પણ કહેવાનું કે એકવાર જો હિંમત હોય, પાક સાફ હોઈ અને દાદા ભગવાનનો જરા પણ ડર હોય તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ. ભરતીની તમારા દ્વારા તપાસ કરાવો. ગુજરાતની આ અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય ભરતી વિશે જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
કેમ કે મુખ્યમંત્રી પોતાના દીકરાને નોકરી અપાવી શકે કે ન અપાવી શકે પરંતુ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર, ડાયરેક્ટર, પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ બધા પોતાના બાળકો અને ભત્રીજા, ભાણિયા ને નોકરી અપાવી શકે તે હકીકત છે. વિચાર તો કરો આટલો હોબાળો થયો, પ્રેસ કોન્ફરન્સ અને લેખિતમાં ડિસ્ટ્રિક્ટ રજીસ્ટારને જાણ હોવા છતાં પણ પરીક્ષા અગાઉથી જેના નામ ફિક્સ હતા તેને જ લેવામાં આવ્યા છે.પરીક્ષા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને પણ ધ્યાન દોરવામાં આવેલ.
કૌભાંડની જાણ ભાવનગરના ભાગોળે ભાગોળે હતી, અગાઉથી "સત્તાધીશોના સંબંધીઓ માં જ ભાગીદારીથી સીટો ના સોદો તો થઈ ગયેલ છે."પૂર્વ અને વર્તમાન સત્તાધીશો/હોદ્દેદારોના સુપુત્રો અને મળત્યાં ને ગોઠવણ કરવા માટે આ ભરતીનું તરકટ રચવામાં આવ્યું છે બાકી જેના ઘરે કથિત ચમત્કાર થવાનો છે તેને નિવેદ તો પહેલેથી જ ધરી દીધા હતા.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં અગાઉથી પ્રેસ કરીને જે નામો આપેલા તેજ લોકોને નોકરી મળી. ઓળખાણવાદ, પરિવારવાદ અને વગથી જ નોકરી મળી છે અને આ બાબતે તપાસ કરવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application