હવે એક્શન ફિલ્મનો યુગ ચાલી રહ્યો છે. આ દરમિયાન 25 કરોડ રૂપિયા ખર્ચીને, મેકર્સે એવી ફિલ્મ બનાવી છે, જેણે ઓટીટી પર હોબાળો મચાવ્યો છે. લોકો ઘરે બેસીને ફિલ્મની મજા માણી રહ્યા છે. ફિલ્મમાં ઘણા બધા એક્શન છે, જે તમને આંખના પલકારાં પણ મારવા નહીં દે.
આ દિવસોમાં 'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ જબરદસ્ત કમાણી કરી રહી છે. તે વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેમજ સાઉથની એક ફિલ્મ ઓટીટી પર જલવો વિખેરી રહી છે. આ ફિલ્મે પણ નંબર 1 કબજે કર્યો છે. આ ફિલ્મનું નામ છે 'બગીરા'.
'બગીરા' વર્ષ 2024માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ છે. શ્રી મુરલીએ આમાં લીડ રોલ અદા કર્યો છે. તો પ્રકાશ રાજ, અચ્યુત કુમાર અને રુક્મિણી વસંત જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જેણે ઓટીટી ની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
શ્રી મુરલીની આ ફિલ્મ દિવાળીના અવસર પર 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની કહાની એક દબંગ પોલીસ અધિકારી વેદાંતની આસપાસ ફરે છે, જે ખૂબ જ ઈમાનદાર છે. તે કોઈપણ સંજોગોમાં અન્યાય સહન કરી શકતો નથી. ગુંડાઓ અને બદમાશો તેની સામે થરથર ધ્રૂજે છે. અને ઑન ધ સ્પૉટ મામલો રફેદફે કરી દેતા લોકો પર તેને જરાય દયા નથી. આ બધાની વચ્ચે કંઈક એવું બને છે કે વેદાંતને તેની ઓળખ છુપાવીને ગુંડાઓ અને બદમાશોને પાઠ ભણાવવો પડે છે. ગરુડ રામે ફિલ્મ 'બગીરા'માં વિલનનો રોલ અદા કર્યો છે.
થોડા દિવસો પહેલા, તેને કન્નડ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ ફેન્સ તેના હિન્દી વર્ઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, આ રાહનો અંત આવ્યો છે. 'બગીરા' 25મી ડિસેમ્બરે હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી અને તેણે ઓટીટી પર હિટ થતાં જ હલચલ મચાવી દીધી હતી.
શ્રી મુરલીની એક્શનથી ભરપૂર ફિલ્મ 'બગીરા' ઓટીટી ડિઝની પ્લસ હોટસ્ટાર પર હિન્દીમાં રિલીઝ થઈ છે. નવાઈની વાત એ છે કે તે લોન્ચ થતાંની સાથે જ ટોપ ટ્રેન્ડિંગ બની ગયું છે. 'બગીરા' ભારતના ટોપ 10 લિસ્ટમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મને 10 માંથી 6.8 રેટિંગ મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ.આફ્રિકામાં છેતરપિંડી બદલ ભારતીય મૂળના મહિલા વકીલની ધરપકડ
January 10, 2025 11:51 AMજૂનાગઢ ચેમ્બર દ્રારા ચડત જીએસટી ચૂકવી વ્યાજ દંડથી મુકિત મેળવવા ધંધાર્થીઓને અનુરોધ
January 10, 2025 11:50 AMઅમરેલી લેટરકાંડમાં ન્યાય માટે પરેશ ધાનાણી વધુ 24 કલાકના ધરણા પર બેઠા, શનિવારે અમરેલી બંધની અપીલ કરી
January 10, 2025 11:48 AMમોરબી-વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: ત્રણ યુવાને જીવ ગુમાવ્યા
January 10, 2025 11:47 AMગોંડલમાં યુવાન પર આઠ શખસોનો ધોકા વડે હુમલો
January 10, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech