રાજકોટના એકે એક આગેવાનો અને કાર્યકરોને હું વ્યકિતગત ઓળખું છું. અવારનવાર રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે નિયમિત રીતે સમયાંતરે રાજકોટની મુલાકાત લેતો હોવાથી અહીંના પ્રશ્નો, તેના ઉકેલો અને રાજકોટના વિકાસમાં શું ઘટે છે તેનાથી હત્પં પૂરેપૂરો વાકેફ છું. અહીંની પ્રજા પણ મને સારી રીતે ઓળખે છે અને તેથી લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે પરંતુ સૌથી વધુ લીડ રાજકોટના કેડર બેઝ કાર્યકરો મને અપાવશે અને મતદારો પણ પૂરેપૂરો પ્રેમ આપશે તેવું મને ૨૪ કલાકની મારી રાજકોટની મુલાકાત દરમિયાન લાગી રહ્યું છે તેમ કેન્દ્રીય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમભાઈ પાલાએ 'આજકાલ,' ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
આજકાલના મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા સાથેની વાતચીતમાં પાલાએ રાજકોટ સાથેના તેમના જુના સંસ્મરણો વાગોળીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણીલક્ષી રાજકારણની શઆત રાજકોટથી કરી હતી. રાજકોટની પ્રજાએ વાવેલું આ બીજ અત્યારે વટ વૃક્ષ બની ગયું છે અને એક ઉમેદવાર તરીકે તથા રાજકોટ બેઠકના લોકસભાના પ્રતિનિધિ તરીકે આ વટવૃક્ષને અંજલી આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
અમે વિકાસના મુદ્દે ચૂંટણી લડવા માંગીએ છીએ તેવી સ્પષ્ટ વાત કરીને પુષોત્તમ પાલાએ જણાવ્યું હતું કે રાજકોટને એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અટલ સરોવર, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, લાઈટ હાઉસ, રામ વન જેવી અનેક ભેટ વિકાસના મામલે મળી ચૂકી છે.વિકાસનો કોઈ અતં હોતો નથી અને આગામી દિવસોમાં પણ રાજકોટને વિકાસના મામલે કોઈ કસર છોડવામાં નહીં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ રાજકોટ થી ૧.૧૦ લાખ કરોડના વિકાસ કામો નું લોકાર્પણ અને ખાતમુહર્ત કયુ હતું. આવી જ રીતે બિહાર પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં કરોડો પિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કયુ છે. લોકસભાની આગામી ચૂંટણી ભાજપ વિકાસના એજન્ડા પર લડવાની છે.
રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, અટલ સરોવર જેવા અનેક મહત્વના પ્રોજેકટ મળ્યા છે અને આગામી દિવસોમાં પણ નવી જીઆઇડીસી, અમદાવાદ રાજકોટ સીકસલેન પ્રોજેકટ, એર કનેકિટવિટી અને રેલ કનેકિટવિટી વધારવા માટેના અનેક પ્રોજેકટ આવી રહ્યા છે. લોકોનું જીવન ધોરણ સુધરે અને દેશના વિકાસમાં રાજકોટ પણ સહભાગી બને તેવા અનેક પ્રોજેકટ લાવવામાં આવશે
શિવરાત્રી પછી રાજકોટમાં જ ધામા છે
ગઈકાલે આખો દિવસ પારેવડી ચોકમાં સ્વાગત રેલી, ચૂંટણી કાર્યાલયમાં સંગઠન માળખાના આગેવાનો સાથે બેઠક, માધાપર ચોકડીએ જલારામ જયંતિના કાર્યક્રમમાં ઉપસ્થિતિ, રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયમાં મીટીંગ, મેયર બંગલે મીટીંગ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના નિવાસ્થાને ભોજન જેવા ભરચક કાર્યક્રમો ગઈકાલે પ્રથમ દિવસે યોજયા પછી આજે પાલા આજકાલ કાર્યાલય આવ્યા હતા અને જણાવ્યું હતું કે શિવરાત્રી પછી રાજકોટ પાછો આવવાનો છું અને અહીં જ ધામા નાખીને રહેવાનો છું
ધારાસભ્ય ટીલાળાના નિવાસસ્થાને ભોજન લીધું
ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના નિવાસ્થાને ભોજન લીધા પછી પુષોત્તમ પાલાએ આજે બપોરે ૭૦ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નિવાસ્થાને ભોજન લીધું હતું.
રૂપાલા સાથે આજકાલની મુલાકાતે આવેલા ભાજપના આગેવાનો
કેન્દ્રીય મંત્રી રૂપાલાની આજકાલની મુલાકાત વખતે તેમની સાથે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ ડોકટર દર્શિતાબેન શાહ મેયર નયનાબેન પેઢડીયા શહેર ભાજપના મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા માધવભાઈ દવે અશ્વિનભાઈ મોલીયા પ્રવકતા રાજુભાઈ ધ્રુવ ભાજપના જુના કાર્યકર મનીષભાઈ ભટ્ટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
જીતવાનું નક્કી છે, મોટી લીડ મળે તે જરૂરી
રાજકોટ ભાજપનો ગઢ છે. વિરોધ પક્ષ જેવું કશું રહ્યું નથી. ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનશે પરંતુ રાજકોટમાં કેન્દ્રીય મંત્રીને છાજે તેવી સમગ્ર રાજયમાં સૌથી વધુ લીડ સાથે પાલા જીતે તેવી શુભેચ્છા આજકાલના મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણીએ આપતા પાલા એ હળવાશના મૂડમાં વળતો પ્રતિભાવ આપીને જણાવ્યું હતું કે જો મીડિયાનો ટેકો હશે તો વાંધો નહીં આવે.
મોઢવાડિયા–મનોહરસિંહને યાદ કર્યા
પુરૂષોત્તમ પાલાએ તેમની આજકાલની મુલાકાત દરમિયાન બેસ્ટ પાર્લામેન્ટરીયન તરીકે જાણીતા રાજકોટના રાજવી સ્વ. મનોહરસિંહજી જાડેજા ને યાદ કર્યા હતા અને ધારાસભ્ય તથા મીનીસ્ટર તરીકેની તેમની કામગીરીની ભરપેટ પ્રશંસા કરી હતી. પાલાએ અર્જુનભાઈ મોઢવાડિયાને યાદ કરતા જણાવ્યું હતું કે પૂરો જે તે વિષયનું પૂરો અભ્યાસ, આંકડાકીય માહિતી, તર્કબદ્ધ દલીલો અને કાયદાના જાણકાર અર્જુનભાઈ મોઢવાડિયા જયારે વિધાનસભામાં બોલવા ઉભા થતા ત્યારે સૌ કોઈ તેને સાંભળવા આતુર રહેતા હતા. આટલા મોટા ગજાના નેતાને કોંગ્રેસ સાચવી ન શકી. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વિકાસના રાજકારણને ધ્યાનમાં રાખીને મોઢવાડિયા ભાજપમાં પ્રવેશ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech