પડધરીના ન્યારા ચેક પોસ્ટ પાસે ચાર માસ પૂર્વે પડધરી પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન અશોક લેલન ગાડીમાંથી શંકાસ્પદ આયુર્વેદિક સીરપનો ૮૦૦૦ બોટલનો જથ્થો કબજે કર્યેા હતો અને સેમ્પલ એફએસએલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું. દરમિયાન સેમ્પલમાં નશાકારક દ્રવ્યની હાજરી મળી આવતા આ મામલે પડધરી પોલીસે અમદાવાદના વાહન ચાલક સહિત બે શખસો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મથકના પીએસઆઇ જી.જે. ઝાલા તથા તેમની ટીમે ગત તારીખ ૨૭ ૭ ૨૦૨૩ ના રાત્રીના ન્યારા ચેક પોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન અશોક લેલન બડા દોસ્ત ગાડીને અટકાવી હતી અને તેમાં ચેકિંગ કરતા તેમાંથી આયુર્વેદિક સીરપ ભરેલા બોકસ મળી આવ્યા હતા. પોલીસે આ વાહનમાંથી સ્ટોનઅરિસ્ટા આસવ અરિષ્ટ્રાની ૪૦૦૦ બોટલો તથા સુનેન્દ્રા આસવ અરિાની ૪૦૦૦ બોટલ મળી કુલ ૮૦૦૦ બોટલ કિંમત પિયા ૨.૫ લાખનો જથ્થો તથા ટ્રક સહિત કુલ પિયા ૫.૫ લાખનો મુદ્દામાન શક પડતી મિલકત તરીકે જે તે સમયે કબજે કર્યેા હતો. શંકાસ્પદ આયુર્વેદિક સીરપના આ જથ્થા સાથે વાહન ચાલક અમદાવાદના પાલડીમાં રહેતા અમિત સાબીરભાઈ મલેક તથા સાદીક યાસીનભાઈ મોમાણી સામે જરી કાર્યવાહી કરી હતી.
પોલીસે કબજે કરેલ આ જથ્થામાંથી સેમ્પલ રાજકોટ એફએસએલ માટે મોકલ્યું હતું. જેનો રિપોર્ટ આવી જતા તેમાં નશાકારક દ્રવ્યની હાજરી મળી આવતા આ મામલે પડધરી પોલીસ મથકમાં વાહન ચાલક અમિત મલેક અને સાદિક મોમાણી સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech