પોષણમાહ અંતર્ગત દ્વારકામાં આયુર્વેદના ગર્ભ સંસ્કાર અને યોગ શિબિરનું આયોજન કરાયું

  • October 02, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા ખાતે તાજેતરમાં પોષણ માહ-2023 ના સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્ત ભારતની થીમ અંતર્ગત જિલ્લાની આયુર્વેદ શાખા અને તૃષ્ટિ પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે ગર્ભસંસ્કાર અંગેનું વ્યાખ્યાન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ આયોજનના પ્રસંગિક ઉદબોધનમાં તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયાએ ગર્ભ સંસ્કારથી સંપૂર્ણ પરિવારને માહિતીગાર કરવા પર ભાર મૂક્યો હતો. જેથી ગર્ભિણી માતાની યોગ્ય સાર-સંભાળ થઈ શકે. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ વિવેક વી. શુકલએ ગર્ભસંસ્કારનું મહત્વ રજૂ કરતા જણાવ્યું હતું કે ગર્ભસંસ્કારથી ગર્ભનો સર્વાંગી વિકાસ થાય છે, ઇચ્છિત સંતાનની પ્રાપ્તિ થાય છે તેમજ હાલમાં બાળકોમાં જોવા મળતા આનુવાંશિક રોગોને પણ ગર્ભસંસ્કારથી અટકાવી શકાય છે.


આ શિબિરમાં આંગણવાડી બહેનો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓ મળી કુલ આશરે 100 જેટલા લાભાર્થી બહેનોએ લાભ લીધો હતો. આ સાથે આયુર્વેદ શાખાના યોગ ઇન્સ્ટ્રકચર ડિમ્પલબેન નિમાવત દ્વા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તુષ્ટિ પ્રોજેક્ટના પૂજાબેન યાદવ, સીડીપીઓ અંજુબેન કેર, પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષ કામોઠી, આરબીએસ કે મે.ઓ. ડૉ. ઈન્દુમતીબેન પરમાર, આયુર્વેદ શાખાના વૈધ રત્નાગ દવે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application