બિલ ન ભરવું પડે એટલે કરે છે અનોખો જુગાડ, વાંદો સાથે લઈને જાય છે જમવા

  • September 06, 2024 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દુનિયામાં અસંખ્ય લોકો છે અને તુંડે તુંડે ભિન્ન મતિ કહેવત મુજબ લોકો જુદા-જુદા મગજ ધરાવે છે. જેનાથી લોકો અવનવું વિચારતા રહે છે. ઘણા લોકો પૈસા બચાવવા કોઈને કોઈ રસ્તો અપનાવે છે પરંતુ કેટલીકવાર લોકોને સારી વસ્તુઓ જોઈએ છે અને તેઓ તેના માટે પૈસા ખર્ચવા માંગતા નથી. આવો જ એક પરિવારનો છે જેને રેસ્ટોરન્ટમાં જઈને સારી વાનગીઓ ખાવાનું પસંદ છે પરંતુ પૈસા આપવાના નામે તેઓ ના પાડી દે છે.


રિપોર્ટ અનુસાર, જ્યારે પણ મેક્સિકોમાં રહેતો આ પરિવાર ક્યાંક ખાવા માટે બહાર જતો ત્યારે તેઓ પોતાની સાથે કેટલાક વાંદા પણ લઈ જતા હતા. આ સાંભળીને ઘણા લોકોએ વિચાર્યું હશે કે કદાચ તેઓ પાલતુ કોકરોચ હશે પરંતુ તેની પાછળનું કારણ સાવ અલગ છે. હકીકતમાં તેઓ બિલ ચૂકવવાનું ટાળવા માટે વાંદાનો ઉપયોગ કરતા હતા.


મેક્સિકોની ધ પ્યુર્ટો ચેલે રેસ્ટોરન્ટે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક પરિવાર જમવા આવે છે અને તેઓ ખાવાનું શરૂ કરે છે. જ્યારે ખાવાનું પૂરું થવા આવ્યું ત્યારે હેડ સીટ પર બેઠેલી મહિલા તેના પર્સમાંથી વાંદા ભરેલુ કન્ટેનર કાઢે છે અને પછી બાકીના ખોરાકમાં વાંદો નાખી દે છે. આ પછી પરિવારે ભોજનમાં વાંદો હોવાનું જણાવીને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.


આ મેક્સિકન રેસ્ટોરન્ટ સ્વચ્છતાના મામલે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે નજીકના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે. જે જોયા બાદ પરિવારનો ખતરનાક પ્લાન બહાર આવે છે. પછી રેસ્ટોરન્ટ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેના પછી ખબર પડે છે કે આ પરિવારે ઘણી રેસ્ટોરાંમાં જઈને કોકરોચ ટ્રિક અપનાવી છે, જેથી તેમને બિલ ચૂકવવું ન પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application