પોરબંદરના મઝુમ રાસોત્સવમાં પહેલા દિવસે જ ૪૦૦૦થી વધુની જનમેદની ગરબા જોવા ઉમટી પડી હતી.
રૂમઝૂમ રાસોત્સવ ૨૦૨૪ ચોપાટી ઓસીયેનીક ગ્રાઉન્ડમાં યોજાયેલ હતો ત્યારે આ આયોજનનાં ચેરમેન પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસસ્ટ્રીઝના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિમતલાલ કારિયાએ આ નવરાત્રીના આયોજનના પ્રથમ દિવસે નવરાત્રીનાં પ્રથમ નોરતે માં જગદંબાની આરાધના અને નવ દિવસ ની મહાપર્વ ની ઉજવણીનાં આયોજન પે મંગલદીપ પ્રાગટય પૂજ્ય સ્વામી ભાનુ પ્રકાશજીનાં વરદ હસ્તે કરાયેલ હતુ.
ત્યારે આ માંગલીય ઉદધાટનમાં સર્વ પ્રથમ આરતી અને પૂજા કરી દીકરા- દીકરીઓ રાસ ગરબે રમી અને જુમ્યા હતા. આ મઝૂમ રાસોત્સવ માં પ્રથમ દિવસે અંદાજીત ૩૫૦૦ થી ૪૦૦૦ વેપારી આલમ તેમજ પોરબંદર જાહેર જનતા એ રાસ ગરબા નિહાળી અને જુમ્યા હતા
ત્યારે આ રૂમઝૂમ રાસોત્સવ ખાસ કરીને અદભુત જોવા લાયક હતો. જુનીયર કિડ્સ તેમજ સીનીયર કિડ્સ માં દીકરા- દીકરીઓ ખુબ મોટી બહોળી સંખ્યામાં આ રાસ ગરબામાં ભાગ લઈ અને ચાર ચાંદ લગાવ્યા હતા. રૂમઝૂમ રાસોત્સવ માં ૬૦,૦૦૦ વોલ્ટની લાઈનર સાઉન્ડ સીસ્ટમ લગાડવામાં આવેલી હતી ત્યારે ઓરકેસ્ટ્રા તરીકે નીલેશ ઝાલા ગ્રુપ એ ધૂમ મચાવી હતી. લાઈટીગ ડેકોરેશનમાં પ્રીતેશભાઈ હિન્ડોચા દ્વારા આ ગ્રાઉન્ડમાં ઝગમગારા કરતો ધોળો દિવસ કરી દીધો હતો તેમજ બેઠક વ્યવસ્થા અને મંડપ વ્યવસ્થા આભુષણ મંડપ દ્વારા ૪૦૦૦ ખુરશી નાખી અને લોકો નો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરેલ હતી. ત્યારે મઝૂમ રાસોત્સવની કેન્ટીન માં અલગ -અલગ વેરાયટીનાં વાનગીઓ તેમજ ઠંડા -પીણા , વાડીલાલ આઈસ્ક્રીમ અને ખાસ કરીને પ્રણામ ગોલાની ઓરીયો સેક તેમજ કોલ્ડ કોફી એ લોકો ને ચાહક કરી દીધા હતા અને આ મઝૂમ રાસોત્સવમાં આવેલ ખેલૈયાઓ એ પારિવારિક માહોલ બનાવી અને દીકરા દીકરીઓ ખુબ જ હોશેથી નવરાત્રીની રંગત જમાવી અને આનંદ માણેલ હતો. ત્યારે આ આયોજનમાં અતિથી વિશેષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા , ધારાસભ્ય અર્જુન ભાઈ મોઢવાડિયા , પાલિકા પ્રમુખ શ્રી ચેતના બેન તિવારી , ભાજપ જીલ્લા પ્રમુખ રમેશ ભાઈ પટેલ, જીલ્લા મહા મંત્રી અશોકભાઈ મોઢા તેમજ નગરપાલિકા કાઉન્સિલર અશોકભાઈ ભદ્રેચા, ભલાભાઈ મયારીયા તેમજ નાગરિક બેંકનાં ચેરમેન ડો. અનીલ ભાઈ દેવાણી , ભાવીક દેવાણી, એડવોકેટ હિતેશ ભાઈ કોટેચા , જયુ ભાઈ પારેખ , રાજસિંહભાઈ પરમાર, ધર્મેશભાઈ પરમાર વગેરે મહાનુભાવોએ હાજરી આપેલ હતી.રૂમઝૂમ રાસોત્સવ પોરબંદર ખાતે એક અલગ તરી આવેલ હતો. તેમજ વેપારી આલમ અને મહાજન વર્ગ બહોળી સંખ્યા માં ઉપસ્થિત હતો. આ આયોજન સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા, રાજુભાઈ બદીયાણી, જય કોટેચા, અજય કોરડીયા , પ્રદીપ ભાઈ મોનાણી, વિમલ લાખાણી, દેવ દ્તાની , રાજ પોપટ, જયેશ ગજ્જર , ચિરાગ કારિયા, ડેનીશ કારીયા , તુષાર લાખાણી, અનીલ માંડલિયા, દીપેન બારાઈ, જયંત નાંઢાં ,સંદીપ રાણીગા, જીજ્ઞેશ લાલચેતા, દર્શિત કારિયા, સંજય રાણીંગા, કેતન જોગિયા, ચિરાગ ઠકરાર, ભરત કોટેચા, કાર્તિક મજીઠીયા, પરેશ લાખાણી, કમલ ઠકરાર વગેરે જહેમત ઉઠાવી હોય ત્યારે આ સમગ્ર આયોજનનું સંચાલન જય ભાઈ કોટેચા તેમજ આકાશ ગોંદીયા એ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech