પોરબંદરની ભદ્રકાલી ગરબીનો ૧૦૦માં વર્ષમાં થયો પ્રવેશ

  • October 05, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ભદ્રકાલી ગરબીનો ૧૦૦માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે મોટી સંખ્યામાં નગરજનો તેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉમટયા હતા.
 ભદ્રકાલી માતાજીની ગરબી મંડળના શતાબ્દી મહોત્સવનુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવાનુ થતા સૌરાષ્ટ્રભરની અનોખી આ ગરબીમાં માત્ર માત્ર ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરનાર ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે અને ૯૯ વર્ષથી માઈક વિના  માતાજીના ગુણગાન ગાવાની પરંપરા રહી છે. આ ગરબી માત્ર પુ‚ષો માથે ટોપી પહેરીને ગરબા રમે છે
લીમડાચોક ખાતે શ્રીભદ્રકાલી માતાજીના પરિસરમા દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુ‚પ પ્રતિવર્ષ યોજાતા આ ગરબી મંડળ ૯૯ વર્ષ પુરા કરી આ વર્ષથી ૧૦૦ વર્ષ પુરા થતા હોય આ વર્ષે આ ગરબી મંડળનો શતાબ્દી મહોત્સવનો પ્રથમ નોરતે ભવ્ય પ્રાંરંભ થયો હતો.
લીમડાચોક ખાતે આવેલ શ્રીભદ્રકાલી માતાજીના મંદિરના પરિસર ખાતે પ્રથમ નોરતે શતાબ્દી મહોત્સવનો ગૌરવભેર સુભારંભ થયો હતો.
આ મહોત્સવની ઉજવણીના પ્રારંભ પોરબંદરની શ્રી ભદ્રકાલી દિવેચા કોળી સમાજ ગરબી મંડળના સેવાકર્મી પ્રમુખ શ્રીરામજીભાઈ છગનભાઇ બામણીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,અમારા પૂર્વસુરીઓએ આ પરમપરા જાળવી રાખી છે. અમારુ સદભાગ્ય છે કે ભદ્રકાલી માતાજીએ આ ગરબીનો શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાનો અમોને અવસર આપ્યો છે. તેમણે આ વૈશ્ર્વિક ઓળખ ધરાવતી આ ગરબીમાં દેશ-વિદેશના દાતાઓ અને ટ્રષ્ટીઓનો ઉમદા સહયોગ મળ્યો અને સમાજના કાર્યકરોની ગરબી પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે જોવાના સાક્ષી બન્યા તેનું ગૌરવ છે તેમ જણાવી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સાથે યોજાએલ આ શતાબ્દી મહોત્સવની ઉજવણીના અવસરે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબના પ્રમુખ હિરલબા જાડેજા, સમાજશ્રેષ્ઠિ સામતભાઈઓડેદરા, લક્કીરાજસિંહ વાળા, જગદીશભાઈ મોતીવરસ, કાનાભાઈ જાડેજા, વજસીભાઈ,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા, દિવેચા કોળી જ્ઞાતિના પ્રમુખ મગનભાઈ બામણીયા, નગરપાલિકાના સદસ્યોં ભલાભાઈ મહિયારા,વિશાલભાઈ બામણીયા, ભરતભાઈ બામણીયા., હાર્દિકભાઈ લાખાણી,સેવાભાવી તબીબ ડો. સિદ્ધરાજ જાડેજા, ડો, પ્રીતિબેન જાડેજા,ડો. ભરત બામણીયા, ડો. યાજ્ઞિક વાજા,ડો.વિપુલ વાજા,ડો. નીતિન પોપટ,  ડો.પંચાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ દિવેચા કોળી સમાજ આયોજિત શ્રીભદ્રકાલી માતાજી ગરબીમંડળ ના શતાબ્દી મહોત્સવનો મંગળદીપ પ્રગટાવીને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ ખૂલ્લો મૂકીને જણાવ્યું હતું કે,ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આ મહોત્સવના પ્રસંગે સો વર્ષ સુધી આ પરંપરા જાળવવા બદલ અભિનંદન આપી અને બીજી શતાબ્દી ઉજવે તેવી અભિલાષા સેવીને દિવેચા કોળી સમાજ ભદ્રકાલી ગરબી મંડળે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા બદલ પોરબંદર જિલ્લાનુ ગૌરવ ગણાવેલ હતું.
આ તકે ટ્રષ્ટીઓ રામજીભાઈ બામણીયા, પ્રફુલભાઈ બામણીયા, બાબુભાઈ ભાલીયા, પ્રેમજીભાઈ વાજા, ભીખુભાઈ મકવાણા ભદ્રકાલી માતાજી મંદિરના ઋષિકુમારો અરવિંદભાઈ આચાર્ય, બિપિનભાઈ આચાર્ય, કમલેશભાઈએ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણકરીને અભિવાદન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પોરબંદરના કોળી સમાજરત્ન અને કેળવણીકાર ડો. ઈશ્ર્વરભાઈ ભરડાએ સંભાળ્યું હતું જયારે આભારવિધિ સમાજ શ્રેષ્ઠિ નારણભાઇ બામણીયાએ કરી હતી઼ જી. ટી. પી. એલ. ૯૮૨ પર રાજભા જેઠવા તથા ભરત બામણીયાના સહકાર થકી લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું.
આ ગૌરવશાળી કાર્યક્રમમાં ૐ સાંઈ ટેકા પરબના પ્રમુખ રામસીભાઈ બામણીયા, માનવ સેવા ઉત્કર્ષના પ્રમુખ જ્યંતીભાઈ રાઠોડ,કોળીસેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણા, લાલાભાઈ ગોર, કેતનભાઈ લોઢીયા,વસન્તંભાઈ રાણીંગા, જ્યંતીભાઈ રાણીંગા, ભરતભાઈ મોદી, શહેરના પ્રબુધ્ધ નાગરિકો,વિવિધ એન. જી. ઓના પ્રતિનિધિઓ, શહેરના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ સંતો, મહંતો, સાધુ, માતાજીના ભક્તો, કોળી સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકા ેઉમટીયા હતા, આ શતાબ્દી મહોત્સવના અવસરે વિવિધ જાહેરમાર્ગો પર આવકારગેઇટ, તોરણા ેઅને ઇલેક્ટ્રિક રોશનીથી શણગાર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા આ શતાબ્દી મહોત્સવ પોરબંદર જિલ્લાનો પોતાનો ઉત્સવ ગણી ધન્યતાની લાગણી અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application