રાજકોટમાં કલાકોમાં બીજી હત્યા, લોટરી બજાર પાસે ધોકો મારી કરાઈ હત્યા

  • April 24, 2023 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કલાકોના સમયમાં જ બીજી હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના બજરંગ વાડીમાં રહેતા એક શખ્સની લોટરી બજાર પાસે ધોકો મારી હત્યા કરવામાં આવી છે.


મળતી પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સાજીદ અંતરીયા (ઉ.વ.50)ની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરના લોટરી બજાર પાસે તેમને ધોકો મારી હત્યા થયાના સમાચાર મળતા પોલીસ દોડતી થઈ હતી અને આગળની કામગીરી હાથ ધરી હતી. 


પ્રથમ બનાવની વાત કરીએ તો તે શહેરના ગંજીવાડા મહાકાળી ચોકમાં બન્યો હતો. જેમાં સલીમ ઓડિયા નામના યુવકની હત્યા થતા થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે, આરોપી અવેશ પિંજારા નામના યુવકની માતાને મૃતક પ્રૌઢ સલીમ ભગાડી ગયા હતો. જે વાતનો ખાર રાખી અવેશે પિંજારાએ તેમના કાકા અને મિત્રની મદદથી છરીના ઘા ઝીંકી સલીમ પર હથિયાર લઈ હુમલો કરાયો હતો. જેમાં સલીમે ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application