રાજકોટની અઠંગ ખેલાડી મહિલાએ પુત્રી સાથે ઉનામાં કરી ચીલઝડપ: બન્ને ઝબ્બે

  • December 27, 2023 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગુંદાવાડી ગોવિંદપરા શેરી નં.1માં પતિથી બે સંતાનો સાથે રહેતી અઠંગ ખેલાડી મહિલા નિકીતા અલ્પેશભાઈ સાવલિયાએ 20 વર્ષિય પુત્રી વૈશાલી સાથે મળી ઉનામાં વૃધ્ધાના ગળામાંથી 3.12 લાખની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરતાં બન્નેની ગીર સોમનાથ જિલ્લા પોલીસ એલસીબી ટીમે રાજકોટથી ઉઠાવી લઈ ધરપકડ કરી છે. ચીલ ઝડપમાં વપરાયેલી કાર મળી 13,17,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. જુગાર તથા પીવાની ટેવવાળી ચીલઝડપમાં માસ્ટર મહિલા પ્રેમી, પુત્રી અને સગીર પુત્ર સાથે દીવમાં નાતાલ ઉજવણી માટે ગઈ હતી. રિટર્નમાં મોકો મળતા ઉનામાં વૃધ્ધાને નિશાન બનાવી હતી. પૂછતાછમાં વધુ ગુનાઓના ભેદ ખુલવાની સંભાવના છે.

ઉનાની ટાવર ચોક બજારમાં બે દિવસ પૂર્વે તા.25ના રોજ વૃધ્ધા શાકભાજી અને મીઠાઈ લેવા ફરસાણની દુકાને પહોંચ્યા હતા. એ સમયે તેમણે પહેરેલો 63 ગ્રામ સોનાનો 3,12,500ની કિંમતનો ચેઈન ગળામાંથી સેરવાઈ ગયો હતો. બનાવ સંદર્ભે ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રેન્જ આઈજી નિેષ જાંજડિયા ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ઉના પોલીસ સાથે એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. પીઆઈ એસ.એમ.ઈસરાણીના માર્ગદર્શન તળે પીએસઆઈ વિજયસિંહ કે.ઝાલા તથા ટીમે સીસીટીવી ચકાસ્યા તેમજ પેટ્રોલિંગ સાથે બાતમીદારોને કામે લગાડયા હતા.

ટીમના એએસઆઈ લાલજી બાંભણિયા, નરેન્દ્રભાઈ કછોટ, નટુભા બસિયા, પ્રવિણભાઈ બાંભણિયા, દેવીબેન રામને માહિતી મળતા ચીલઝડપ કરનાર રાજકોટની નીકિતા સાવલિયા ઉ.વ.41 તથા તેની પુત્રી વૈશાલીબેનને પોલીસે ઉઠાવી લઈ તાલાલા શાકમાર્કેટ પાસેથી ધરપકડ કરી હતી.

બન્નેની હાથ ધરાયેલી પોલીસ પૂછતાછમાં એવી વિગતો ખુલી હતી કે અગાઉ પણ ચોરી સહિતના ગુનામાં સંડોવાઈ ચૂકેલી નામચી નીકિતા તેની પુત્રી વૈશાલી, સગીર પુત્ર તથા પરિચિત મિત્ર પ્રેમી અજય ઉર્ફે લાલો ખોડીદાસ સાથે પોતાની જીજે3એનબી 6810 નંબરની બ્રેઝા કાર લઈને દીવ નાતાલની ઉજવણીમાં આવ્યા હતા.
દીવમાં તા.24ના રોજ રાતવાસો, ઉજવણી કયર્િ બાદ તા.25ના રાજકોટ પરત ફરવા નીકળ્યા હતા. ઉના ટાવર ચોક નજીક કાર અજયને ઉભી રખાવી હતી. નાસ્તો કરવાના નામે કાર ઉભી રાખી બન્ને માતા-પુત્રી નીચે ઉતયર્િ હતા. સામે જ એક વૃધ્ધા સોનાનો ચેઈન પહેરીને નીકળતા તેની પાછળ માતા-પુત્રી ગઈ હતી. વૃધ્ધા ફરસાણની દુકાને ખરીદી કરતા હતા ત્યારે માતા-પુત્રીએ ભેગા મળી કામ ઉતારી લીધુ ચેઈન સેરવી લીધો હતો. એલસીબીની ટીમે 63 ગ્રામ સોનાનો ઢાળિયો કબજે કર્યો હતો.
સોનાનો ઢાળિયો ઉપરાંત દશ લાખની કિંમતની કાર, મોબાઈલ ફોન પણ કબજે લઈને બન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.


20 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા, પતિથી અલગ હવે લીવ ઈન રિલેશનશિપમાં

જુગાર, પીવાની શોખીન ચીલઝડપ કરનારી નીકિતાએ રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા અલ્પેશ સાવલિયા સાથે 20 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કયર્િ હતા. સંતાનમાં પુત્રી-પુત્ર છે. પતિ સાથે ખટરાગ થતાં કહેવાયા છે કે, પીવાની ટેવ ધરાવતા પતિથી અલગ થઈ બે સંતાનો સાથે ગુંદાવાડી ગોવિંદપરા-1માં રહે છે. ઈલેકટ્રીક સ્યોર ધરાવતા ખોડિદાસ ઉર્ફે અજય ઉર્ફે લાલો ઘરે ઈલેકટ્રીક કામ માટે આવતા તેની સાથે પરિચય થયો હતો. અજય સાથે લીવ ઈન રિલેશનશિપ્ના કરાર કરી લીધા હતા. હરવા ફરવા, મોજશોખ ધરાવતી નીકિતા બન્ને સંતાનો સાથે પ્રેમી સાથે દીવ નાતાલ ઉજવવા ગઈ હતી. આદતસે મજબુરની માફક ઉનામાં લખણ ઝળકાવતા હવે પોલીસની મહેમાન બની છે.

નામચીન મહિલા જુગારની તથા પીવાની શોખીન, ચોરી સહિતના ગુના

પકડાયેલી માતા-પુત્રી પૈકી નીકિતા જુગાર રમવાની શોખીન છે, રાજકોટમાં ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસના હાથે અલગ-અલગ સ્થળે જુગાર રમતા પકડાઈ ચૂકી છે. આ ઉપરાંત તેની સામે ચોરીના, પીવાના પણ ગુના નોંધાઈ ચૂકયા છે. લોધીકા પોલીસે પણ એક વખત જુગારમાં ઝડપી પાડી હતી.


પુત્રી પણ માતાના પગલે, ચોરીમાં આડશ બનીને સાથ આપતા ફસાઈ

વિવિધ કુટેવ ધરાવતી નામચીન નીકિતાએ પોતાના અંગત સ્વાર્થ માટે યુવાન પુત્રીને પણ ગુનાખોરીના રવાડે ચડાવી. માતાની સૂચના કે ટ્રેનિંગ મારફતે ટ્રેન થયેલી વૈશાલી માતા નીકિતા ચીલઝડપ કે આવો ગુનો આચરે ત્યારે જેને ટાર્ગેટ કરવાના હોય તે વૃધ્ધા, મહિલાઓની આડશ બનીને કે ધ્યાન ચૂકવવાનો રોલ વૈશાલી ભજવે. ઉનામાં પણ વૈશાલી વૃધ્ધાને કવર કરી નજર ચૂકવતી હતી અને માતાએ ચેઈન સેરવી લીધો. વૈશાલી મિરામ્બીકા કોલેજમાં સેક્ધડ યરમાં એકર્સ્ટનલ અભ્યાસ કરતી હોવાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળે છે.


માત્ર એકાદ સેક્ધડમાં જ ચેઈન સેરવી લેવાની કળા, વૃધ્ધાઓને જ ટાર્ગેટ કરે

માતા-પુત્રી જે રીતે ચેઈન સેરવી લે ચીલડઝપ કરે તેમાં માસ્ટર રોલ માતા નીકિતાનો રહે. પુત્રી માતાના બેકઅપમાં રહે. મોટાભાગે વૃધ્ધાને જ કે અશકત મહિલાઓને જ શિકાર બનાવી ચેઈન સેરવી લે પર્સ સેરવી લેવાની મહારથ ધરાવે. માત્ર એકાદ સેક્ધડમાં જ ચેઈન સેરવી લે. ઉનામાં ચીલઝડપ્ના વાયરલ વીડિયોમાં પણ વૃધ્ધાની નજર ભંગ થતાં જ એકાદ સેક્ધડમાં જ ગળામાંથી ચેઈન કાઢી લીધાના દ્રશ્યો જોઈને પોલીસ પણ અચંબિત બની ગઈ હશે કે ગજબની આંગળીની કરામત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application