રાજ્યની 80 નગરપાલિકા, ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લ ા પંચાયતો, 17 તાલુકા પંચાયતો અને 539 જેટલી વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4665 પંચયાતોની છેલ્લ ા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર આગામી નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ આરંભી છે.આ માટે નવી મતદાર યાદી તૈયાર કરવાની કવાયત શરુ થઇ ચુકી છે.
ગુજરાતમાં આ ચૂંટણી ન થવાનું મુખ્ય કારણ એ હતું અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને 10 ટકા અનામત બેઠકો અપાતી હતી, પરંતુ આ અનામત નક્કી કરવા માટે સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની કે, અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરી હતી. જેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે અને તેની ભલામણો મુજબ સરકારે ઓબીસી અનામત બેઠકો 10 ટકાથી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે. આ પંચના અહેવાલના આધારે (1) નગરપાલિકા અધિનિયમ-1963 (3) ગુજરાત ગુજરાત પંચાયત અધિનિયમ-1993 (2) ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ1994માં સુધારા કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીત પછાત વર્ગોને અનામત આપવા માટેના વિધેયકો પણ વિધાનસભામાં મંજૂર કરાવી લીધા છે અને તેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. આમ છતાં તે રાજકીય કારણોસર આ સંસ્થાઓમાં ચૂંટણીઓ થઈ શકી નથી અને અહીં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે.જે આગામી 2025ના વર્ષ ની શરુઆતમા પુરુ થઈ જશે.
રાજ્યમાં પ્રથમ વખત 7% એસસી 14 ટકા એસટી 27% ઓબીસી અને 52 ટકા સામાન્ય બેઠકો મુજબ ચૂંટણી યોજાશે. આગામી ડિસેમ્બર મહિનામાં રાજ્યની 80 પાલિકા બે જિલ્લ ા અને 17 તાલુકા 4,765 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની દુદુભી વાગશે...
ગુજરાતમાં છેલ્લ ા બે- અઢી વર્ષથી ત્રીજા ભાગના ગામડાઓમાં વહીવટદારથી ગ્રામિણ સેવા અને પંચાયતીરાજની વ્યવસ્થાઓનું સંચાલન થઈ રહ્યુ છે. ર્ંમ્ઝ્ર અનામતને કારણે 4,665 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી.27 ટકા બેઠકો અનામત જાહેર કરવા નિર્ણય થતા વર્ષ 2025ના આરંભે આવા ગામોમાં સરપંચ સમેત પંચાયતી રાજની વ્યવસ્થા કાયમ થઈ જશે. વહીવટીદારોનું રાજ હટશે.
રાજ્ય ચૂંટણી આયોગે પાલિકા- પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની સાથે જ ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી યોજવા દરેક જિલ્લ ા કલેક્ટરોને નવી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી છે. સુત્રોના કહ્યા મુજબ બે જિલ્લ ા પંચાયત, 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકાઓની સાથે જ 4,665 ગ્રામ પંચાયતોમાં પણ સામાન્ય ચૂંટણી યોજાશે. તે માટે ડિસેમ્બર સુધી જાહેરનામા પ્રસિદ્ધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, તે સિવાય જ્યાં પહેલાથી જ પેટાચૂંટણી યોજવાની થાય છે તે બે મ્યુનિસપલ કોર્પોરેશનની બેઠકો, તેમજ 34 નગરપાલિકાઓની ખાલી પડેલી 42 બેઠકો અને જિલ્લ ા- તાલુકા પંચાયતોની 42 એમ કુલ મળીને 84 બેઠકો ઉપર પણ સામાન્ય ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. સંભવત: નવેમ્બરના અંત સુધીમાં આ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા આયોગે તૈયારી દશર્વિી છે. જેથી ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે.જેના માટે રાજ્ય ચુટણી આયોગ દવારા આખરી તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech