ઐશ્વર્યા રાય બચ્ચને પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વધારી શોભા

  • May 20, 2023 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  • હૂડીવાળા ડ્રેસને કારણે નેટિઝન્સે પૂર્વ મિસ વર્લ્ડની ઉડાવી મજાક

  • કહ્યું- કિચનમાંથી એલ્યુમિનિયમ ફોઈલ ઉઠાવીને પહેરી લીધું છે કે શું?


એક તરફ આલિયા ભટ્ટ અને ઉર્વશી રાઉતેલાને ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિદેશી મીડિયા ઐશ્વર્યા રાય કરીને સંબોધી બોલીવૂડનું અપમાન કરી રહ્યું છે. ત્યારે છેલ્લા 2 દાયકાથી આ ઇવેન્ટની શાન બનતી પૂર્વ મિસ વર્લડ ઐશ્વર્યા રાય ફરી એક વાર ફેસ્વિટલમાં હાજર થવા પહોંચી. જો કે આ વખતે તેણે જે ડ્રેસ પસંદ કર્યું, તેના માટે નેટિઝન્સ તેની ટીકા કરી રહ્યા છે.


કાન ફિલ્મ ફેસ્ટિવલ ઐશ્વર્યા રાય બચ્ચન માટે નવો નથી. ઐશ્વર્યા છેલ્લા 21 વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળે છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાની પોપ્યુલારિટી એટલી છે કે, ફ્રાંસના એક ફોટોગ્રાફરે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને ઐશ્વર્યા કહીને સંબંધી હતી.


ઉર્વશી પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી ત્યારે તેને ઐશ્વર્યા કહીને બોલાવવામાં આવી હતી. જોકે, આના કરતાં પણ ચોંકાવનારો તો ઐશ્વર્યાનો લૂક રહ્યો હતો. ઐશ્વર્યા રાય ગુરુવારે કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર હૂડીવાળા ગાઉનમાં જોવા મળી હતી. તેનો લૂક સોશિયલ મીડિયા યૂઝર્સને ખાસ પસંદ નથી આવ્યો અને તેઓ તેની ટીકા કરી રહ્યા છે.


ઐશ્વર્યા રાય બુધવારે જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મુંબઈથી નીકળી ગઈ હતી. ગુરુવારે સાંજે (સ્થાનિક સમય મુજબ) તે રેડ કાર્પેટ પર પહોંચી હતી. ફિલ્મ 'ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની'ના સ્ક્રીનિંગ વખતે ઐશ્વર્યા રેડ કાર્પેટ પર હૂડીવાળું ગાઉન પહેરીને પહોંચી હતી. જેની હાલ ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે.


ઐશ્વર્યા રાય પહેલા દિવસે રેડ કાર્પેટ પર ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી. તેના આ લૂકના વખાણ થયા હતા. પરંતુ જ્યારે સાંજે તે હૂડીવાળા ગાઉનમાં જોવા મળી તો તેની ટીકા થવા લાગી. ગાઉનમાંથી જ માથા સુધી હૂડી અટેચ થયેલી છે. બ્લેક અને સિલ્વર રંગની હૂડીમાં ઐશ્વર્યાનો લૂક લોકોને પસંદ નહોતો આવ્યો. ઐશ્વર્યાના લૂકને લઈને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. ફેન્સે તેને ક્વીન ગણાવતાં લૂક વખાણ્યો હતો તો વળી કેટલાયે ટીકા કરી હતી.

કેટલાક લોકોએ કહ્યું-

 'કિચનમાંથી એલ્યુમિનિયમ ફોઈલ ઉઠાવીને પહેરી લીધું છે કે શું?' વળી, કેટલાક લોકોએ કહ્યું કે, 

આવો ભંગાર ડ્રેસ ક્યારેય જોયો છે?અમુક લોકોએ ઐશ્વર્યાના લૂકની સરખામણી ફિલ્મ 'કોઈ મિલ ગયા'ના જાદુ સાથે કરી હતી. આ તરફ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તો ઐશ્વર્યાને હેરસ્ટાઈલ બદલવાની પણ સલાહ આપી હતી.


આ તરફ ઐશ્વર્યાના ફેન્સને તો તેનો લૂક ખૂબ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય 2002થી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. આ વર્ષે પણ ઐશ્વર્યા રાય પોતાની 11 વર્ષની દીકરી આરાધ્યાને લઈને કાન પહોંચી છે.


16 મેથી શરૂ થયેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ 27 મે સુધી ચાલશે. આ ઈવેન્ટમાં ચાલુ વર્ષે ભારતમાંથી સારા અલી ખાન, ઉર્વશી રૌતેલા, મૃણાલ ઠાકુર અને ઈશા ગુપ્તા પણ દેખાઈ ચૂક્યા છે. આ સૌના રેડ કાર્પેટ લૂક ચર્ચામાં રહ્યા હતા.
--------



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application