ઇમરાન હાશ્મી સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ બે બાળકો સાથે એકદમ ખુશ છે
ઈમરાન હાશ્મીની ફિલ્મ 'અક્સર'ની હિરોઈન એક પછી એક અદ્ભુત ફિલ્મોમાં અભિનય કરનાર આ અભિનેત્રી તમને યાદ જ હશે . આ અભિનેત્રીએ ફિલ્મ કારકિર્દી છોડીને ડીજે બનવાનું પસંદ કર્યું અને આજે તે ખુબ સફળ ડીજે બની ચુકી છે. ઈમરાન હાશ્મીની ફિલ્મ 'અક્સર' યાદ છે..? આ ફિલ્મની હિરોઈન એ સમયે લોકો વચ્ચે ઘણો ચર્ચાનો વિષય બની હતી. બોલ્ડ સીન્સ અને અદભૂત અભિનયથી લોકોનું દિલ જીતનાર આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ઉદિતા ગોસ્વામી છે. પરંતુ એક પછી એક અદ્ભુત ફિલ્મોમાં અભિનય કરનાર આ અભિનેત્રી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ?
ઉદિતા ગોસ્વામીએ 2003માં ફિલ્મ 'પાપ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે એક્ટર જોન અબ્રાહમ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ દિગ્દર્શક પૂજા ભટ્ટ દ્વારા બનાવવામાં આવી છે. માત્ર 19 વર્ષની ઉંમરે ઉદિતા આ ફિલ્મમાં અદભૂત દેખાતી હતી. આ પછી તેણે ઈમરાન હાશ્મી સાથે બે શાનદાર અને સફળ ફિલ્મો આપી, જેમાં 'અક્સર' અને 'ઝેહર'નો સમાવેશ થાય છે. ત્યારબાદ તે 'અગર', 'ડાયરી ઓફ અ બટરફ્લાય', 'કિસસે પ્યાર કરું', 'દિલ દિયા હૈ', 'એપાર્ટમેન્ટ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. પછી અચાનક તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને એક્ટિંગ છોડીને એક અલગ જ કરિયર પસંદ કરી લીધું.
ઉદિતાએ બોલિવૂડ ડિરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા હતા. મોહિત અભિનેત્રીની ઘણી ફિલ્મોના નિર્દેશક હતા. બંને નજીક આવ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું. ઉદિલા ગોસ્વામી અને મોહિત સૂરીને હવે બે બાળકો છે. તેમની પુત્રીનું નામ દેવી અને પુત્રનું નામ કર્મ સૂરી છે. ઉદિતા આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના અંગત જીવનની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
અભિનય છોડ્યા પછી, ઉદિતા ગોસ્વામીએ નવો રસ્તો પસંદ કર્યો અને ડીજે બની ગઈ છે. સફળ ડીજેની યાદીમાં ઉદિતાનું નામ આવે છે. ઉદિતા તેના ડીજે શોની તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. સાથે જ રસપ્રદ વાત એ છે કે ઉદિતા આલિયા ભટ્ટ અને ઈમરાન હાશ્મીની ભાભી પણ થાય છે. અભિનેત્રીનો પતિ મોહિત સૂરી આલિયા ભટ્ટ અને ઈમરાન હાશ્મીનો પિતરાઈ ભાઈ છે. આવી સ્થિતિમાં ઉદિતાનો સીધો સંબંધ મહેશ ભટ્ટના પરિવાર સાથે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech