ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ 280 રને જીતી ગઈ. આ મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાની જીતનો અસલી હીરો આર અશ્વિન હતો, જેણે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચોથા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતને જીતવા માટે 6 વિકેટની જરૂર હતી પરંતુ બાંગ્લાદેશી બેટ્સમેનો ક્રિઝ પર ટકી ગયા હતા.
તે સમયે ભારતીય બોલરો માટે બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ શાંતો અને શાકિબની જોડીને આઉટ કરવાનું મુશ્કેલ બની રહ્યું હતું. તે સમયે કેપ્ટન રોહિતે પ્રથમ વખત રવિચંદ્રન અશ્વિનને બોલ સોંપ્યો હતો અને તેણે આવતાની સાથે જ શાકિબને આઉટ કરી દીધો હતો. તે પછી અશ્વિન રોકાયો નહીં અને તેણે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી.
પ્રથમ દાવમાં સદી ફટકારનાર અશ્વિને શાકિબની વિકેટ લેતા જ તેની પત્ની પ્રીતિની ખુશીનો પાર ન રહ્યો. પ્રીતિ તેના પતિને સમર્થન આપવા સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં તે તેની પુત્રીઓ સાથે હતી અને તાળીઓ પાડતી જોવા મળી હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભારતે મેચ જીત્યા બાદ અશ્વિને પણ ચર્ચામાં રહ્યો છે. મેદાન પર તેણે તેના પિતાને ગળે લગાવ્યા અને તેની પત્નીને પણ આલિંગન આપ્યું હતું. વીડિયોમાં અશ્વિનના પિતા ભાવુક દેખાયા હતા. વીડિયોમાં કેપ્ટન રોહિત અશ્વિનની દીકરીઓ સાથે પ્રેમથી વાત કરતો જોવા મળ્યો હતો.
ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું
ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રને હરાવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જીતવા માટેના 515 રનનો પીછો કરતા બાંગ્લાદેશનો બીજો દાવ 234 રનમાં સમેટાઈ ગયો હતો. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલે 82 રનની ઇનિંગ રમી હતી.
અશ્વિન (113) અને જાડેજા (86)ની મદદથી ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 149 રનમાં આઉટ કરી દીધું હતું. બીજી ઇનિંગમાં શુભમન ગિલ (અણનમ 119) અને રિષભ પંત (109)ની સદીના આધારે ભારતે ચાર વિકેટે 287 રન પર ડિકલેર કર્યું હતું. જવાબમાં બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં 234 રનમાં
સમેટાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech