નાસ્તાની લારી ઉપર પથ્થરમારો કરનારા આરોપીઓ સાથે રાખી રિક્ધટ્રકશન

  • December 25, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં શનિવારે મોડી રાત્રે ના સમયે વડવા નેરા વિસ્તારમાં આવેલી રોનક દાળપૂરીને નાસ્તાની લારી ધરાવતા ઈમરાનભાઈ સુમરાએ ત્યાં અમુક આવારા તત્વો દ્વારા ગાળો બોલતા ૫ હોવાથી ઠપકો આપતા નાસ્તાની લારી ૫ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે સાત શખસોને ઝડપી લીધા હતા અને તમામને સ્થળ પર લઈ જઈને - રિક્ધટ્રકશન કરાયુ હતું.
શહેરના વડવા નેરા ચિતાવાળો ડેલોમાં રહેતા ઈમરાન ઈબ્રાહીમ સુમરાએ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, બે દિવસ પહેલા વડિયા હોટેલ વડવા નેરા ખાતે રહેતા સોયેબ આરીફભાઈ ગોરી લારી પાસે ગાળો - બોલતો હતો. જેથી લારી ધારકના નાનાભાઈ મોસીનએ તેને ઠપકો આપ્યો હતો કે ઘર અને લારી પાસે ગાળો બોલવી નહીં. દરમિયાનમાં સાતેક શખસો થોડી વારમાં હાલમાં પ્લાસ્ટીકના પાઈપ, તલવાર, જેવા હથિયારો લઈને ધસી આવ્યા હતા અને ગેરકાયદે મંડળી રચીને લારી તેમજ તેની ઉપર પથ્થર મારો કર્યો હતો, તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે અસ્લમ રૂસ્તમભાઈ ગોરી,ઇકબાલભાઈ રૂસ્તમભાઈ ગોરી, સોયેબભાઈ આરીક્ભાઈ ગોરી, મોસીનભાઈ મુનાક્ભાઈ ગોરી, નાઝીમભાઈ સાદીકભાઈ ગોરી, મુસ્તાકભાઈ ઉર્ફે કુકી શેખ, સોયેબ ઉર્ફે બીગડે ની સામે ફરિયાદ નોંધાતા પોલીસે સાતે વ્યક્તિને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application