પાલીતાણાના લુવારવાવ ગામે ફઈના ઘરે રહી ધોરણ ૭માં અભ્યાસ કરતો વરતેજનો સગીર શાળાએ જવા નીકળ્યા બાદ ગામમાં આવેલ આશ્રમમાં યોજાયેલ સંતવાણીમાં ગયા બાદ ગુમ થતા પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં કોઈ અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈ લુવારવાવ સહિત આજુબાજુના ગામોમાં ભારે ચકચાર મછી હતી.
પાલીતાણા ટાઉન પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ તાલુકાના લુવારવાવ ગામે રહેતા આશાવર્કર નયનાબેન કાનજીભાઈ સોંલકી (ઉ. વ. ૪૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાના વરતેજ રહેતા ભાઈ ધર્મેશભાઈનો પુત્ર દેવેન્દ્ર (ઉ. વ. ૧૩) ઘણા સમયથી પોતાની સાથે લુવારવાવ ગામે રહેતો હતો. અને ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો.
દરમ્યાનમાં ગઈ તારીખ ૧૬મી એ સવારે દેવેન્દ્ર શાળાએ જવા નીકળ્યા બાદ પરત નહીં ફરતા તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દેવેન્દ્ર યુનિફોર્મ પહેર્યા વીના શાળાએ જતા તેને પરત ઘરે મોકલી દેવાયો હતો. પરંતુ દેવેન્દ્ર ઘરે આવવાના બદલે ગામમાં જ આવેલ ગિરનારી આશ્રમમાં જતો રહેલ તેમજ તે રાત્રીના આશ્રમમાં યોજાયેલ સંતવાણીમાં રાત્રીના ૩વાગ્યાં સુધી જોવા મળ્યો હતો. અને ત્યારબાદથી દેવેન્દ્ર પરત નહીં ફરતા વરતેજ રહેતા તેના પિતા ધર્મેશભાઈને જાણ કર્યા બાદ દેવેન્દ્રનું કોઈ અજાણ્યા શખ્સો અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.નયનાબેને નોંધાવેલી ફરિયાદના આધારે પાલીતાણા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરના અપહરણની ઘટનાને લઈ લુવારવાવ સહિત આજુબાજુના ગામોમાં ભારે છચાર મચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાગુ, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
January 20, 2025 11:53 PMબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech