ઘરની દિવાલ પાછળ બેસવા બાબતે બોલાચાલી બાદ હત્યા કરવામા આવી હતી: કુલ ર૪ સાક્ષીઓને તપાસવામા આવ્યા: સરકારી વકીલની દલીલો ગાહ્ય રાખવામા આવી
ચકચારી મીઠાપુર મર્ડર કેસમાં આરોપીઓને દ્વારકા કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને રૂ.૧૬ હજારનો દડ ફટકારવામાં આવેલ છે.
આરોપીઓ ભીમાભા ઉર્ફે પપ્પુભા ઉર્ફે સુનીક ઉર્ફે રાહુલ અમરરસંગભા જગતીયા, રહેવાસી સૂરજકરાડી, આશાપુરા ટોકીઝ પાછળ, તાલુકોઃ દ્વારકા, જિલ્લોઃ દેવભૂમિ દ્વારકા, વિજયભા કારાભા સુમણીયા, રહેવાસી. ગોરીજા ગામ, વાડી વિસ્તાર, તાલુકોઃ દ્વારકા, જિલ્લો: દેવભૂમિ દ્વારકા, ભુપતભા આશાભા માણેક, રહેવાસી. હમુસર ગામ, તાલુકોઃ દારકા, જિલ્લોઃ દેવભૂમિ દ્વારકા વાળાઓએ અગાઉ ફરિયાદીના ઘરની પાછળ દિવાલ પાસે બેસવા બાબતે ફરિયાદી દેવુભા આલાભા માણેક તથા ફરિયાદીના ભાઈ (મરણ જનાર) લાલાભા આલાભા માણેક સાથે બોલાચાલી કરેલ અને જે બાબતે ખાર રાખી તા.ર6-૦૫-૨૦૨૧નાં આશરે કલાક ૧૮ વાગ્યે સુરજકરાડી હરસિધ્ધિ ચા ની હોટલ પાસે ફરિયાદીના ભાઈ લાલાભા આલાભા માણેક રીક્ષા લઈ સુરજકરાડી હરસિધ્ધિ ચા ની હોટલે ચા પિતા હોય ત્યારે આરોપીઓએ તથા કાયદા સાથે સંઘર્ષમાં આવેલ કિશોરએ એકબીજાની મદદગારી કરી લાલાભા આલાભા માણેકને પકડી રાખી તેમજ ઢીકાપાટુ, લાકડાના ધોકાથી માથાના ભાગે માર મારી ગુન્હો કરેલ, તે મતલબની ફરિયાદ ફરિયાદી દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી.
જે અન્વયે મીઠાપુર પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ કરેલ, ત્યારબાદ આ કેસ એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલવા પર આવેલ અને કુલ ૨૪ સાક્ષીઓને તપાસવામાં આવેલ, તેમાં ફરિયાદીની જુબાની, મહત્વના સાહેદોની જુબાની તથા ડોકટર રૂબરૂની હિસ્ટ્રી અન્વયે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિત એચ. વ્યાસની દલીલોને ગ્રાહ્ય રાખી દ્વારકા કોર્ટે આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને જી.પી.એકટ-૧૩૫ (૧) અન્વયે તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સખત કેદની સજાનો હુકમ અને કુલ રૂા. ૧૬૦૦૦ દંડ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech