રાજકોટમાં ત્યકતા, પરિણીતા પર વારંવાર દુષ્કર્મ

  • February 10, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં બે મહિલા ત્યકતાને લગ્નની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ તેમજ પરિણીતાને સહસધ્યાયી નર્સિંગના છાત્રએ લગ્નની સીડી આપવાના બદલે હોટલમાં બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાના બે-બે બનાવ પોલીસ દફતરે નોંધાયા છે.
બન્ને બનાવની વિગતો મુજબ ૨૪ વર્ષિય ત્યકતાને ઈસ્ટાગ્રામ મારફતે આરોપી જયદિપ ભાવેશ લુંભાણી નામના ઈસમ સાથે સંપર્ક થયો હતો. ત્રણ વર્ષ સુધી બન્નેના સંપર્કો ચાલતા હતા. એ દરમિયાન ત્યકતાએ આરોપી જયદિપને પોતાના ૨૦૧૯માં લગ્ન થયા હતા અને છ માસમાં છૂટાછેડા થઈ ગયા હતાની વાત કરી હતી. જેથી જયદિપે હુંફના નામે લગ્નની વાતો કરી હતી. પોતાને પેડક રોડ પર કપડાનો શોરૂમ છે તેમાં તે સાચવી લેશે કહી વાતોમાં ભોળવી હતી.

લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાયેલી ત્યકતાને જયદિપે બે વર્ષ પહેલા તેના જન્મદિવસે ઉજવણીના નામે સદર બજાર નોવા હોટલમાં બોલાવી હતી. જયાં લગ્નની ખાતરી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં વારંવાર નોવા હોટલે બોલાવતો અને શરીર સુખ માણતો હતો. થોડા વખત પૂર્વે લગ્ન કરવાની ના કહી દેતાં ત્યકતાએ જયદિપ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. અરજી થતાં જયદિપે સમાધાન કરી લગ્નની ખાતરી આપી હતી. જેથી ત્યકતાએ અરજી પરત ખેંચી લીધી હતી.

ત્યારબાદ જયદિપે સંપર્ક તોડી નાખ્યો હતો અને મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. લગ્નની ના પાડતા લગ્નની લાલચે છેતરાયેલી ત્યકતાએ જયદિપ સામે પ્ર.નગર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
અન્ય બીજા બનાવમાં રાજકોટમાં રહેતી ૩૪ વર્ષિય પરિણીતાએ કેશોદના વતની ગિરીશ કોઠાણી સામે તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આરોપમાં પરિણીતાના ૨૦૨૨માં લગ્ન થયા હતા સંતાનમાં એક પુત્ર છે. એ પૂર્વે તે નર્સિંગનો અભ્યાસ કરતી હતી વારંવાર બેંગ્લુરૂ  જવાનું થતું હતું.

આરોપી ગિરીશ પણ નર્સિંગનો અભ્યાસ કરતો હતો તે પણ ટ્રેનમાં સાથે બેગ્લુરૂ  આવતો હતો જેથી બન્ને વચ્ચે પરિચય થયો હતો. ૨૦૨૨માં પરિણીતાના લગ્ન હતા ત્યારે તેણે ગિરીશને કોઈ ફોટો, વીડિયોગ્રાફર હોય તો લગ્ન માટે સગવડ કરી આપવા કહ્યું હતું. ગિરીશે પરિચિત વીડિયોગ્રાફરને યુવતીના લગ્નના શૂટિંગમાં મોકલ્યો હતો.

લગ્ન પૂર્ણ થયા અને સમય થઈ ગયા બાદ યુવતીએ પોતાના લગ્નની સીડી ગિરીશ પાસે માગી હતી ગિરીશે સીડી વીડિયોગ્રાફર પાસેથી પોતાના હસ્તગત કરી લીધી હતી. અવારનવાર સીડી માગવા છતાં આપતો ન હતો હા-ના કરતો હતો. દોઢ વર્ષ પહેલા સીડી લેવા માટે તેણે ત્રિકોણબાગ પાસે મા‚તિ હોટલમાં બોલાવી હતી.

પરિણીતા સીડી લેવા ત્યાં જતાં આરોપી ગિરીશ પરાણે શરીર સંબંધ બાંધ્યો અને એ સમયના ફોટા, વીડિયો મોબાઈલમાં લઈ લીધા હતા. ત્યારબાદ ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સમયાંતરે એ હોટલ પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો રહેતો હતો. ગત જાન્યુઆરીમાં ફરી નર્સિંગ સ્ટાફ પરીક્ષા માટે બેગ્લુરૂ  ગઈ હતી ત્યારે પણ ગિરીશ સાથે પરીક્ષા આપવા આવ્યો હતો. ત્યાં પણ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું.

શરીર સંબંધ અંગત પળોના ફોટા, વીડિયો વાયરલની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરનાર ગિરીશ સાથે મહિલાએ સંપર્ક ઓછો કરી નાખતા ધમકી આપીને સંબંધો રાખવા કહેતો હતો. અંતે પરિણીતાએ સઘળી હકિકત પતિને વર્ણવી હતી અને આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપી ગિરીશની ધરપકડની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application