ગીરગઢડાના નાના સમઢીયાળા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત

  • January 22, 2023 09:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરગઢડાના નાના સમઢીયાળા ગામ નજીક ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા બેભાન થયો હતો. અને ઉના હોસ્પીટલે સારવાર મળે તે પહેલાજ યુવાનનું મોત નિપજ્યુ હતું. 

 મળતી વિગત મુજબ મૂળ ગરાળ ગામનો અને હાલ ભડીયાદર ગામે રહેતો જીવણ કાળુભાઇ મકવાણા ઉ.વ.૨૫ બાઇક પર જતો હતો. ત્યારે નાના સમઢીયાળા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ફંગોળાઇ ગયેલ હોય યુવાન માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા રસ્તા પર લોહીલોહાણ હાલતમાં બેભાન પડેલ હતો. ત્યાથી પસાર થતાં વાહન ચાલકોએ યુવાનને તાત્કાલીક અન્ય વાહનમાં ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ ત્યાં સારવાર મળે તે પહેલાજ યુવાનનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાથી મૃતકના પરીવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવા તજવિજ હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application