પીઠડ ગામ પાસે ટે્રકટરે બાઈકને ટક્કર મારતાં યુવાનનું મોત

  • December 27, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામેથી ભટકાડી અકસ્માત સર્જનાર ટ્રેકચર ચાલક સામે ફરિયાદ

જોડિયા તાલુકાના પીઠડ ગામથી આગળ ટ્રેકટરના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઈકને અડફેટે લેતાં પરપ્રાંતિય યુવકનું ગંભીર ઈજા સબબ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ટ્રેકટરના ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.
મૂળ એમપીના કરેલી મોહુડી ગામના વતની અને હાલ ખાનપર ગામ વાડીએ રહેતાં ગુલાબ અનસિંગભાઈ બારિયા (ઉ.વ.ર૭)એ ગઈકાલે જોડિયા પોલીસમાં ટ્રેકટરના ચાલક કોઈલી ગામના ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ગઈકાલે ફરિયાદીના નાના ભાઈ કિશોર અનસિંગભાઈ બારિયા (ઉ.વ.ર૪) નામનો યુવાન પોતાનું બાઈક નં.જીજે-ર૧-ડી-૭૮ર૮ લઈને ખાનપર ગામેથી ધ્રોલ દવા લેવા માટે જવાનું કહીને નીકળ્યો હતો. પડાણાથી પીઠડ જતાં રોડ પરથી પસાર થતો હતો.
પીઠડથી અંદાજે એકા’દ કિમી સિંગલ પટ્ટી રોડ પર પહોંચતા પીઠડ તરફથી આવતાં ટ્રેકટરના ચાલકે ગફલતભરી રીતે ચલાવીને કિશોરના બાઈકને સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો, જેમાં ગંભીર ઈજા થવાથી પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ફરિયાદના આધારે જોડિયા પોલીસ દ્વારા ટ્રેકટર ચાલકની અટકાયત કરવા તપાસ લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application