ભાવનગર શહેરના ગધેડીયા ફિલ્ડ જવાહર મેદાન ખાતે મહિલા પર હુમલો કરાયાની ઘટના બની હતી. શહેરના જવાહર મેદાનમાં ખરીદી કરવા ગયેલા એક મહિલાને પ્રેમસબંધનું મનદુઃખ રાખી માતા-પુત્ર જ્ઞાતિ વિશે હડધૂત શબ્દો કહીં છરીથી માર મારી ધમકી આપી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરી વિસ્તારમાં રહેતા એક મહિલા જવાહર મેદાનમાં કપડાંના સેલમાં ખરીદી કરવા ગયા બાદ વસ્તુ લઈને પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે પમ્પીબેન ધ્રુવભાઈ યાદવ અને તેનો દિકરો પ્રિયાંશુ ધ્રુવભાઈ યાદવ (રહે, બન્ને ૧૫૦ ફૂટ રીંગ રોડ, રેડચીલી હોટલની પાછળની શેરીમાં, ભરતનગર)એ આવી અગાઉના પ્રેમસબંધ બાબતનું મનદુ:ખ રાખી મહિલાને છરી વડે માર મારી ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહ્યા હતા. બાદમાં તેમની પાસે રહેલ કોઈ દવા મહિલાના મોઢા ઉપર નાંખી બન્ને નાસી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત મહિલાએ માતા-પુત્ર સામે ગુનો દાખલ કરાવતા ઘોઘારોડ પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપીએ ૧૩૫ અને એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech