જામનગર તાબેના દરેડ જીઆઇડીસી ફેસ-૨માં આવેલા કારખાના અને શેડના શટર તોડીને ત્રાટકેલા તસ્કરો રોકડ અને પિતળ મળી કુલ ૩.૫૫ લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે. ગઇકાલે ફરીયાદ થતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાલપુરના પીપરટોડા ગામના વતની અને હાલ રણજીતસાગર રોડ, પટેલપાર્કમાં રહેતા બ્રાસ વેપારી નિતીન દામજીભાઇ રાબડીયાએ ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા શખ્સો સામે ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
તા. ૨૦ રાત્રીના સુમારે દરેડ જીઆઇડીસી ફેસ-૨, ઇલેકટ્રીક ઝોન, પ્લોટ નં. ઇ/૬માં ફરીયાદના હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાનો ડેલો ટપીને અજાણ્યા શખ્સોઅએ અંદર પ્રવેશ કર્યો હતો, દરમ્યાન ઉપરના માળે આવેલ શેડ અને ઓફીસના શટરના તાળા તોડી નાખી આશરે ૬૦૦ કીલો પિત્તળ કિ. ૩.૧૮.૫૦૦ તથા ટેબલમાં રાખેલ ૩૨ હજાર રોકડા, અને સીસીટીવી ફુટેજનું ડીવીઆર કિ. ૫૦૦૦ મળી કુલ ૩.૫૫.૫૦૦નો મુદામાલ ચોરી કરી ગયા હતા.
કારખાનેદારની ફરીયાદના આધારે પંચ-બીના પીઆઇ શેખ અને સ્ટાફ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે, ઠંડીની મોસમમાં તસ્કરોની રંજાડ યથાવત રહેતા કારખાનેદારો સહિતમાં રોષની લાગણી જોવા મળી રહી છે, તસ્કરો પિત્તળ અને રોકડની સાથો સાથ સીસીટીવીના ડીવીઆર પણ લઇ ગયા છે એટલે કોઇ જાણભેદુ હોવાની પણ શકયતા દર્શાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech