↵
ધ્રોલ પંથકમાં તાજેતરમાં ૫૦૦ કિલો વીજતારની ચોરી થવા પામી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.અને ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ધ્રોલ-રાજકોટ હાઇવે રોડ પરની હાલાર હોટલની પાછળ આવેલ સ્ટોરમાથી અમુક ઇસમો ૭૫ હજારની કિંમતનો ૫૦૦ કિલો એલ્યુમીનીયમનો વીજતાર ચોરી કરી ગયા હતા.ગત તા. ૧૨ની રાત્રે બનેલ આ બનાવ અંગે તા.૧૭ના પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે ગ્રામ્ય ડીવાયએસપી દેવધા અને ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તેમજ સ્ટાફના રાજેશભાઇ, કલ્પેશભાઇ, રઘુવીરસિંહ તથા કરણભાઇને ખાનેગી રાહે બાતમી હકીકત મળેલ ઉપરોકત ગુન્હાના આરોપી એક બોલેરો પીક-અપ વાહનમાં ટંકારાથી ધ્રોલ તરફ આવનાર છે. દરમ્યાન ધ્રોલ નજીક હરીપર ગામ પાસે હાઇવે રોડ પાસે વોચ ગોઠવીને બાતમી મુજબ નું વાહન પસાર થતા તેને રોકી ને તલાસી લેતા તેમાંથી ૭૫ હજારની કિંમત નો ૫૦૦ કિલો વીજ તાર નો ચોરાઉ જથ્થો.મળી આવ્યો હતો.આથી પોલીસે પ્રીતમકુમાર ઉર્ફે પકો નાગજીભાઇ ચાઉં (ઉ.વ.-૩૨), રહે . જંગી રોડ સામખીયારી તા.ભચાઉં જી.કચ્છ) તથા અર્જુન શીવરામભાઇ ખાંડેકા ( ઉ.વ. ૧૯ . રહે. મોમાઇનગર-અંજાર જી.કચ્છ) ની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ સામે અગાઉ સામખીયારીમાં ગુના નોંધાઈ ચુક્યા છે.પોલીસે આ અંગે ગુનામા બોલેરો પીક-અપ .નંબર જીજે૩૬વી-૧૯૭૪ પણ કબ્જે કરી હતી.
આરોપીની પૂછપરછમાં અબુબકર અસગરઅલી સૈયદ (અંજાર), લાલા ગોરધન દેવીપુજક (અંજાર) બે સાથીદારોની પણ સંડોવણી ખુલવા પામી હતી. આથી પોલીસે આ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.