જાહેરનામાનો ભંગ કરનાર શખ્સની બેડી મરીન પોલીસ દ્વારા અટકાયત
જામનગર નજીક બેડી પાસેના દરિયામાં આવેલા પીરોટન ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ હોવા છતાં એક માછીમાર ગેરકાયદે પીરોટન ટાપુ પર પહોંચ્યો હતો, અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટાપુ પ્રવેશ પ્રતિબંધ અંગેનું જાહેરનામુ અમલમાં હોય જે અંગે બેડી મરીનના પીએસઆઇ વી.એસ. પોપટની સુચનાથી સ્ટાફના સુર્યરાજસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ જાડેજા દરીયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એક બોટ જેટી તરફ આવતી દેખાઇ હતી.
આથી જેટી પાસે પહોચી બોટમાં રહેલા શખ્સની પુછપરછ કરતા બેડી વિસ્તારમાં રજાનગરમાં રહેતો અને માછીમારી કરતો જાફર અબ્દુલ કકકલ નામનો વાઘેર શખ્સ (ઉંમર વર્ષ ૩૫) કે જે પોતાની બોટ મારફતે કોઈપણ પ્રકારની મંજૂરી વિના પિરોટન ટાપુ પર આવેલી દરગાહે દર્શન કરવા ગયો હતો, અને ત્યાંથી બોટ મારફતે જેટી પર પરત ફરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમને આ અંગેની જાણકારી મળી હતી, અને મરીન નેશનલ પાર્કની વન સરક્ષણની કચેરી માંથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદો રીતે ટાપુ પર ગયો હોવાથી તેની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech