અમદાવાદ ખાતે વિશિષ્ટ પ્રકારના આર્ટ સોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના કલાકારોએ પણ પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
અમદાવાદની ધ ગુફા આર્ટ ગેલેરી ખાતે ડી ફાઇન આર્ટ્સના નેજા હેઠળ આર્ટ શો યોજાયેલો હતો, તેમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે મોરબીથી ક્રિષ્ના કાકડિયા, પોરબંદરથી કિંજલ ઓડેદરા,પ્રકાશ ઓડેદરા, ધારા ખેસ્તરિયા, વિશ્વા દધાનીયા, અમદાવાદથી સંદીપ પ્રજાપતિ,અમૃતા માવળંકર,ભાવના બેન મારુ, કૃપા શાહ,ધ્વનિ રાવલ,રમાબેન મણવાર, પાલ શાહ, સુરતથી શ્ર્વેતા પટેલ, નાગપુરથી મીનાક્ષી ઓડેદરા, બરોડાથી વિભા પટેલ, ડો, ચેતના અગ્રવાલ, ભાવિશા ઓડેદરા, અક્ષિતા વકીલ, કલોલથી અર્પિતા ચૌહાણ આ ૧૮ કલાકારોએ પોતાની અલગ અલગ કૃતિઓ પ્રસ્તુત કરી હતી,
વિભા પટેલ (સ્ક્રપચલ આર્ટીસ્ટ) અને કિંજલ ઓડેદરા (વ્યુઝલ આર્ટીસ્ટ) જેઓએ જુદા જુદા આર્ટીસ્ટના કામ મંગાવીને સિલેકટેડ આર્ટની પસંદગી કરીને આ શોનું આયોજન કર્યું હતું,
આ શોનું ઉદઘાટન કુલીનભાઈ પટેલ, મોટી વાડાળ પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ જ્યોતિ બેન ભોગેસરા ના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમને બધા આર્ટીસ્ટને પોતાના અનુભવો કહીને પ્રેરિત કર્યા હતા.અહી ગેલેરીમાં વિભિન્ન પ્રકારના જેવા કે એબસ્ક્રેક્ટ આર્ટ, નાઇફ પેઇન્ટિંગ, ગોન્ડ આર્ટ, જ્યુટ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, મંડાલા આર્ટ, ચારકોલ આર્ટ, તાંજોર પેઇન્ટિંગ જોવા મળે છે.ડી ફાઇન આર્ટ એ એક પ્લેટફોર્મ છે જે એ કલાકારોને દિશા આપી રહ્યું છે જેમના સપનાઓ નીંદરમાંથી બહાર લાવીને પીંછી અને કેનવાસ પર પોતાના રંગરૂપી એ સપનાઓ સાકાર કરતું એક માધ્યમ.અહી ભાગ લેનાર ઘણા આર્ટીસ્ટ એવા છે જેઓ પાસે આર્ટની પર્ટીક્યુલર કોઈ ડિગ્રી નથી પરંતુ તેઓમાં છૂપાયેલી આંતરિક કળા દ્વારા તેઓ પોતાની આગવી ઓળખ ઉભી કરવા જઈ રહ્યા છે, આજે જે પેઇન્ટિંગ પ્રદર્શિત થઈ રહ્યા છે એમાં અલગ અલગ માધ્યમ અને અલગ અલગ ટેકનિક જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવધુ પડતા કામના દબાણના કારણે જજથી પણ ભૂલો થાય: સુપ્રીમ
November 25, 2024 10:37 AMઅમેરિકામાં લગ્નેત્તર સંબંધો ગુનો નહીં: 117 વર્ષ જૂનો કાયદો રદ
November 25, 2024 10:36 AMહિઝબુલ્લાહે ઇઝરાયેલ ઉપર 250 રોકેટ છોડીને લીધો એરસ્ટ્રાઈકનો બદલો લીધો
November 25, 2024 10:35 AMજામનગરમાં એનસીસી દિવસની ભવ્ય ઉજવણી
November 25, 2024 10:33 AMમહારાષ્ટ્રમાં કારમાં પરાજય પછી ઉદ્ધવ ઠાકરેનું ભવિષ્ય ખતમ થઈ ગયું?
November 25, 2024 10:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech