લશ્કરી દળનું અદ્દભૂત પ્રદર્શન
લાખોટા તળાવ, જામનગર ગેટ નંબર 2 ખાતે ગઇકાલે એનસીસી દિવસની ઉજવણી, ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. આર્મી કેડેટ્સે વિવિધ લશ્કરી સાધનોને હેન્ડલ કરવામાં તેમની કુશળતા દશર્વિીને રોમાંચક શસ્ત્ર પ્રદર્શન દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કયર્િ હતા. નૌકાદળના કેડેટ્સે પ્રભાવશાળી શિપ મોડેલ ડિસ્પ્લે રજૂ કર્યું હતું.
જેમાં નૌકાદળની કામગીરી અને ટેક્નોલોજીની સમજ આપવામાં આવી હતી. એરફોર્સનાં અધિકારીઓ દ્વારા ભારતીય વાયુસેનામાં કેવી રીતે જોડાવું અને હવાઈ દળની ભૂમિકાઓ અને કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં યુવાનો માટે કારકિર્દીની તકો પર માહિતી આપવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સે આવશ્યક બચાવ તકનીકો પ્રદર્શિત કરી, આપત્તિ વ્યવસ્થાપન અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ કુશળતા દશર્વિી હતી.
વધુમાં, આર્મી દ્વારા શસ્ત્ર પ્રદર્શનથી આધુનિક લશ્કરી સામર્થ્યનો સાક્ષાત્કાર કરાવવામાં આવ્યો હતો, કેડેટ્સ દ્વારા અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે કળાએ લશ્કરી ચોકસાઇ અને કલાત્મક અભિવ્યક્તિનું સમન્વય પ્રદર્શિત કર્યુ હતું, નેવીના વોરશીપના મોડલ તેમજ લેસર બોટ, સેઇલીંગ બોટ, આધુનિક રાઇફલો સહિતના શસ્ત્રો લોકોને દેખાડવામાં આવ્યા હતા, કેડેટસ દ્વારા નેવેલ બેન્ડ પર તલ્વાર રાસ સહિતના નૃત્ય રજૂ કરાયા હતા અને પીરામીડ ડેમોએ પણ સાં એવું આકષર્ણ જગાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એર કોમોડોર પુનિત વીંગ, એનસીસી ગ્રુપના હેડકવાર્ટર કમાન્ડર કર્નલ એચ.કે. સીંગ, ર7-ગુજરાત એનસીસી બટાલીયનના કમાન્ડીંગ ઓફિસર કર્નલ મનીષ દેઓરે, 8-ગુજરાત નેવેલ યુનિટ એનસીસી જામનગરના લેફટેનન્ટ ઇન્દુકલ્પ મેઢી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજે 3 થી 4 હજાર લોકોએ આ કાર્યક્રમનો આનંદ લીધો હતો, જામનગર એનસીસી ગ્રુપ હેડ કવાર્ટરના કમાન્ડીંગ ઓફિસર એચ.કે. સીંગ દ્વારા મીડીયા સાથે વાતચીત કરવામાં આવી હતી અને એનસીસી ડેની ઉજવણી અંગે વિગતો અપાઇ હતી, બાળકોમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech