સીમ વિસ્તારમાં વીજ મોટર અને કેબલ વાયરની ચોરી કરનાર મૂળ યુપીની તસ્કર ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધી હતી. ઝડપાયેલા આ છ શખસો પાસેથી પોલીસે વાહન, સબમર્સીબલ મોટરના પાટર્સ વાયર સહિત ૩.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ શખસોની પૂછતાછમાં તેમણે જસદણના ગોખલાણા ગામ સહિત પાંચ ચોરી કબૂલી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, જસદણના ગોખલાણા ગામે રહેતા ખેડૂત ગોબરભાઇ ખેતરીયા દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,ગામની સીમમાં આવેલા કુવામાંથી તેમની પાંચ વીજ મોટર અને કેબલ વાયર સહિત ૫૧૦૦૦ ના સામાનની ચોરી થઈ ગઈ હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.
બીજી તરફ ચોરીના આ બનાવવાને લઈ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, ડી.જી. બડવાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે મળેલી માહિતી પરથી પોલીસે સીમ વિસ્તારમાં ચોરી કરનાર મૂળ યુપીના વતની છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ભગવાન દીપ રાધેશ્યામ ગુા (ઉ.વ ૩૬), દિલીપ યાદવ રાધેશ્યામ યાદવ (ઉ.વ ૨૮), હનામ સાધુશેખ શેખ (ઉ.વ ૪૫) જમાલુદ્દીન જલાલુદ્દીન પઠાણ (ઉ.વ ૩૩), અબ્દુલ ઉર્ફે નંબરીદાર રફાયતુલ્લા કુરેશી (ઉ.વ ૩૫) અને અહમદ ઉનમોહમ્મદ અંસારી(ઉ.વ ૩૪) નો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી સબમર્સીબલ મોટરના પાટર્સ, કોપર વાયર મોબાઈલ ફોન અને ટાટા ઇન્ટ્રા વાહન સહિત ૩.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી દિવસ અને રાત્રીના ગ્રામ્ય વિસ્તારોમાં નીકળી રેકી કરી બાદમાં બોર અને કૂવાને ટાર્ગેટ કરી રાત્રિના સમયે અહીંથી વીજ મોટર અને વાયર ચોરી લેવાની એમ.ઓ ધરાવે છે. આ શખસોની પૂછતાછમાં ગોખલાણા ગામની સીમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ સહિત આ ટોળકી એ પાંચ ચોરીના બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. જે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
ટોળકીય આપેલી ચોરીની કબૂલાત
આ ટોળકીએ જસદણના ગોખલાણા ગામેથી ૫૧ હજારના સામાનની ચોરી કરી હતી. તે સિવાય ત્રણેક મહિના પૂર્વે વાંકાનેર પાસે નાલાની બાજુમાંથી કૂવામાંથી ચાર વીજ મોટરની ચોરી કરી હતી. દોઢ મહિના પૂર્વે સાયલા પાસેથી બે મોટરની ચોરી કરી હતી. પખવાડિયા પૂર્વે અરડોઈ ગામની સીમમાં બોરકુવામાંથી ૬ વીજ મોટરની ચોરી કરી હતી અને ૧૫ દિવસ પૂર્વે ગોંડલથી આગળ ભાદર ડેમ પાસેથી ૯ વીજ મોટરની ચોરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech