રાજકોટ નજીક મોરબી રોડ પર ગૌરીદળ પાસેના ખીજડીયા ગામે ગૌચરની જમીનમાં કબજો કરીને છેલ્લા દોઢ દાયકાથી દબાણ કરી લેવાયાનું અને વારંવાર નોટિસ, રજુઆત કરવા છતાં સ્થાનીક તત્રં દ્રારા કોઈ પગલા ન લેવાતા હોવાના આક્ષેપ સાથે આજે કલેકટરને રજુઆત કરવા સરપચં સહિતના ગ્રામજનો આજે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જો સાંજ સુધી દબાણ દુર ન થાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ થઈ પડી છે. ગામમાં પોલીસ ગોઠવી દેવાઈ છે.
ખીજડીયા ગામના સરપચં તેમજ અન્ય ખેડૂતોએ આજે કલેકટર કચેરીએ આવીને લેખીત ફરિયાદ કલેકટર સમક્ષ કરી હતી. જેમાં ખીજડીયાની સર્વે નં.૨૪૯૨ની અંદાજે પાંચ એકર જમીન ગૌચર છે. આ ગૌચર જમીન બાજુના જ સર્વે નંબરના ખેડૂત ઉપલેટા તરફના હાલ રાજકોટ રહેતા રમેશભાઈ ભનુભાઈ કમાણીએ ખેડી નાખીને દબાણ કબજો કરી લીધો છે.
છેલ્લા ૧૫ વર્ષથી ગૌચરની જમીન દબાવી દેવાઈ છે. ગૌચર ખુલ્લું કરવા માટે ગ્રામ પંચાયત દ્રારા નોટીસ અપાઈ હતી છતાં કોઈ દરકાર કરાઈ નહીં ઉલ્ટાનું રાજકીય દબાણ કરાતું હોવાના તેમજ સમાધાન કરી લેવા આડકતરી રીતે દબાવાતા હોવાના આક્ષેપો પણ રજુઆતકર્તા સરપચં ગોપાલસિંહ રેવર તેમજ અન્યોએ કર્યા હતા.
છેલ્લા દોઢેક વર્ષથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડીડીઓ સહિતનાને દબાણ બાબતે રજુઆત કરાઈ છે. આમ છતાં કોઈપણ તત્રં વાહકો દ્રારા કે ઠોંસ કાર્યવાહી દબાણ દુર કરવાની થઈ નથી. મામલતદાર દ્રારા જાતે દબાણ દુર કરી નાખવા પત્રમાં જણાવ્યું હતું. ગૌચર જમીનની સાથે ખીજડીયા તથા ગૌૈરીદળને જોડતો રાજાશાહી વખતનો કાચો રસ્તો પણ ખેડૂતે દબાવી દેતા બન્ને ગામના ગ્રામજનોને આવવા જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. રસ્તો ખોલવા જેસીબીથી કાર્યવાહી કરાઈ તો એ પણ અટકાવી દેવાઈ હતી.
રાજકોટના એક ધારાસભ્ય પણ દબાણકાર સાથે સમાધાન કરી લેવા કહેતા હોવાનું એ તેના કારણે તત્રં દ્રારા કોઈ કાર્યવાહી ન થતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. ઉપલેટાના હાડફોડી ગામે કલેકટરના હત્પકમથી ૨૦૦ હેકટર ગૌચર જમીન પરથી વર્ષેા જુના ખેતીના દબાણો હટાવાયા છે તેવી રીતે ખીજડીયા ગામની ગૌચર જમીન પણ ખુલ્લી કરાવવા કલેકટર સમક્ષ રજુઆત કરવા આવી હોવાનું ગ્રામજનોએે જણાવ્યું હતું.
એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, આજે ખેડૂત દિવસ છે અમારૂ તંત્રને અલ્ટીમેટમ છે. જો સાંજ સુધીમાં ગૌચર જમીન ખુલ્લી કરાવવામાં નહીં આવે તો સરપચં સહિતના ત્રણ ખેડૂત ગૌચર જમીન પર આત્મવિલોપન કરશે. આત્મવિલોપનની ચીમકીને લઈને સ્થળ પર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બીજી તરફ તત્રં દ્રારા ગૌચર જમીન છે કે કેમ તેની પુર્તતા થયા બાદ કાર્યવાહી થઈ શકે તેવો લુલ્લો બચાવ કરાયો છે.
વારંવાર રજુઆત છતાં મામલતદાર, ટીડીઓ, ડીડીઓ સુધીનું તત્રં હજી જમીન ગૌચર છે કે કેમ તે નકકી નહીં કરી શકાયું હોય ? તે આર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech