માધવપુરના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધરીને નવ ઇસમોને પકડી પાડયા હતા.
ગૃહ વિભાગની સૂચનાથી રાજ્યભરના દરિયા કિનારે ફિશિંગ બોટોના ચેકિંગ અને પીલાણા સહિત નાની હોડીઓના ડોક્યુમેન્ટની તપાસ સહિતની કામગીરી નો આદેશ અપાયો છે ત્યારે પોરબંદર નજીકના માધવપુરના સંવેદનશીલ દરિયાકિનારે પોલીસ દ્વારા બોટ ચેકિંગ સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી માધવપુરના દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન માછીમારી કરતી બોટના લાયસન્સ તેમજ ટોકન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં દસ્તાવેજોની તપાસ પોલીસ દ્વારા થઈ હતી અને જેમની પાસે યોગ્ય ડોક્યુમેન્ટસ મળી આવ્યા ન હતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
અધિક પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ. અને કોસ્ટલ સીકયુરીટી ગુજરાત રાજ્ય અમદાવાદની કચેરીના હુકમ અન્વયે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર (એફ.એલ.સી.) ખાતેથી ફીશીંગ કરવા માટે ગયેલ બોટોને ચેક કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પોરબંદર સુરજીત મહેડુએ પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર (એફ.એલ.સી.) ખાતેથી ફીશીંગ કરવા માટે ગયેલ બોટોને ચેક કરવા સુચના કરી તા. ૧૮-૧૨-૨૦૨૪ થી તા. ૨૫-૧૨-૨૦૨૪ સુધીની ડ્રાઇવનું આયોજન કર્યુ હતુ. જેઓના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એસ.ઝાલા તથા મીયાણી મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર આર.એ.ઝાલા તથા માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટાફના માણસોને બોલાવી માધવપુર મચ્છીયારાવાડ ફીશ લેન્ડીંગ પોઇન્ટ ખાતે બોટ ચેકીગની કામગીરી કરતા હતા તે દરમ્યાન નવ માચ્છીમારી બોટ ગેરકાયદેસર ટોકન વગર તથા બોટ રજીસ્ટ્રેશન વગર તથા કોલ લાયસન્સ વગર મળી આવતા તમામ બોટમાલિક વિધ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
જેમાં કરીમ કાસમભાઇ ગોવાલ શેરી, ઉ.વ. ૪૨, અકબર હુસેનભાઇ લુચાણી, ઉ.વ.૨૮, સુલેમાન કાસમભાઇ ગોવાલશેરી ઉ.વ. ૫૦, ખલીલ કાસમભાઇ પટેલીયા ઉ.વ. ૩૨, હસનભાઇ ઓસમાણ પટેલીયા ઉ.વ. ૪૨, જુસબ કાસમભાઇ ગોવાલ શેરી ઉ.વ. ૪૩, જુમાભાઇ હાસમભાઇ ઢીમર ઉ.વ.૩૦, ઓસમાણભાઇ દાઉદભાઇ ઢીમર ઉ.વ. ૨૨, ઉમર ઓસમાણ લુચાણી ઉ.વ. ૫૪, તમામ રહેવાસી માધવપુર ગામ, મચ્છીયારા વાડ બંદર તા.જિ. પોરબંદરની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.પી. ચુડાસમા એસ.ઓ.જી. પોરબંદર, માધવપુર પોલી સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમા તથા નવીબંદર મરીન પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એસ.ઝાલા, મીયાણી મરીન પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એ.ઝાલા, એસ.ઓ.જી. પોરબંદર, માધવપુર, રાણાવાવ તથા કુતીયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech