વિસાવદર પાંજરાપોળની મોટી વીડીમાં આગ લાગતા ઘાસનો મોટો જથ્થો ખાક

  • December 28, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસાવદર પાંજરાપોળમાં આવેલ ગાયોના નિભાવ માટે પાંજરાપોળ પાસે આવેલ વિડીમાંથી ઘાસથી ભરવામાં આવે છે એવીજ એક મોટી વિડી સતાધાર પાસે આવેલ આંબાજલ ડેમ અને કનકાઈ જવાના રસ્તે જાબુંડી ગામ પાસે આવેલ છે જેમાં હજારો પેટી સૂકું ઘાસ આ વિડીમાંથી મેળવીને પાંજરાપોળમાં ગાયોનું નિભાવ કરે છે જેમાં આજે શુક્રવારના બપોરના સમય કોઈ કારણસર આગ લાગી હતી જે એકાએક વિકરાળ પ લય ચુકી હતી જોતજોતામાં આશરે એકથી બે કિલોમીટર સુધી પ્રસરી ગઈ હતી જેની જાણ જાંબુડી ગામના ભરતભાઇ પાટડીયાને અને વિડીમાં દેખરેખ રાખનાર કાલુભાઈ તેમજ હરિભાઈને થતા તેના દ્રારા જાબુંદી. સતાધાર. જાવલડી. સહિતના ગામમાં કરી હતી જેથી ત્યાંથી મોટા પ્રમાણ માં લોકો ટ્રેકટર. બોલેરો ગાડી સહિત ના વાહનો લય ને આગને કાબુમાં લેવા દોડી  ગયા હતા  તેમજ ગામ લોકો અને વિસાવદર વનવિભાગને પણ આ વિશે જાણ થતા વનવિભાગ દ્રારા પણ તેના લોકોને આગને બુજાવવા માટે મોકલીયા હતા યારે પચાસથી સિત્તેર જેટલા લોકોની બે થી ત્રણ કલાકની જહેમતં પછી આગ કાબુ માં આવી હતી ત્યાં સુધી માં આ આગે ભારે નુકસાન કરે હતું જયારે ભરતભાઇ દ્રારા એવું પણ જણાવ્યું હતું કે આ આગને કારણે આઠ થી દસ મહિના સુધી ચાલે તેટલું ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકયું  છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application