ભેંસદડ ગામમાં શ્રમિક યુવતીનું ઝેરી જનાવર કરડી જતાં મૃત્યુ

  • November 04, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતી યુવતીને વાડીમાં કામ કરતી વખતે કોઈ ઝેરી જનાવર કરડી જતાં વિપરીત અસર થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતા અને ખેતી કામ તેમજ પશુપાલન કરતા વાલાભાઈ હીરાભાઈ બાંભવા નામના ૪૫ વર્ષના ખેડૂતની ૧૮ વર્ષની પુત્રી કવિબેન ગઈકાલે વાડીમાં મગફળીના પાથરા ભેગા કરી રહી હતી, જે દરમિયાન તેણીને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું, અને વિપરીત અસર થવાથી બેશુદ્ધ બની હતી.
જેને સૌપ્રથમ લતીપુરના સરકારી દવાખાને અને ત્યારપછી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું, જાહેર કર્યું હતું .
આ બનાવ અંગે મૃતકના પિતા વાલાભાઈ હીરાભાઈ બાંભવાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ  ઘરી છે.
**
મોવાણ ગામના યુવાનનો ઝેર પીને આપઘાત: દારુ પીવા બાબતે ઠપકો આપતા દવા ગટગટાવી
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા મેરૂભાઈ રામભાઈ જોગલ નામના ૪૦ વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય, જેથી ઘરના સદસ્યો દ્વારા તેને દારૂ પીવાની ના પાડવામાં આવતી હતી. આ વચ્ચે તેમના પરિવારજનો દ્વારા દારૂ પીવા બાબતે તેમને ઠપકો આપતા આ બાબતે મનમાં લાગી આવતા મેરૂભાઈએ ગઈકાલે પોતાના હાથે મગફળીમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આથી વધુ સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ ભરતભાઈ જોગલ (ઉ.વ. ૩૮) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application