આંધ્રમાં ડાન્સરે પરફોર્મન્સ દરમિયાન મરઘીને બટકા ભરીને મારી નાખી

  • July 13, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંધ્રપ્રદેશમાં એક ડાન્સરે ડાન્સ પરફોર્મન્સ દરમિયાન એક મરઘીને દાંતથી બતકા ભરીને મારી નાખી હતી. ચાલુ શોમાં આવી હરકતો થતા પોલીસે આ શોના આયોજકો અને કલાકાર સામે ગુનો નોંધ્યો છે. રાજ્યના અનાકાપલ્લે જિલ્લાની પોલીસે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઈન્ડિયાની ફરિયાદના આધારે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક ડાન્સરે તેના ડાન્સ પરફોર્મન્સ દરમિયાન એક મરઘીનું માથું તેના દાંત વડે કરડી ખાધું હતું અને તેના પગલે તેનું મોત થતા ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ,પેટા ઈન્ડિયાએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મળ્યા અને ડાન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.કલાકાર અને આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960ની સંબંધિત કલમો હેઠળફરિયાદ નોંધવામાં આવી છે.પેટાએ જણાવ્યું હતું કે પ્રેક્ષકોમાં બાળકો પણ સામેલ હતા. તેણે આ ચિંતાજનક ઘટના જોઈ. તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું અને મનોરંજનના નામે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application