સૌરાષ્ટ્ર્ર કચ્છના બગડેલા ૬૩૨ ઈવીએમ, ૬૫૬ વીવીપેટ બેંગ્લોર બેલ કંપનીમાં મોકલાયા

  • June 21, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીના મતદાન અગાઉ ફસ્ટ લેવલ ચેકિંગ, તાલીમ અને મોકપોલ વખતે બગડેલા ઈવીએમ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ લઈને રાજકોટથી એક ટીમ બેલ કંપનીને તે પરત આપવા માટે બેંગ્લોર જવા રવાના થઈ છે.

મતદાન પહેલા ચૂંટણી પ્રક્રિયાના ભાગપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના અન્ય તમામ ૧૧ જિલ્લામાં જયાં પણ ઈવીએમ અને વીવીપેટ બગડેલા માલુમ પડા હતા તે અલગ રાખી દેવાયા હતા. ચૂંટણી પંચના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં ૧૨ ભાવનગરમાં ૨૩ દ્રારકામાં છ ગીર સોમનાથમાં ૨૧ જામનગરમાં ૧૧ જૂનાગઢમાં ૨૫ કચ્છમાં ૧૧ બોટાદમાં પાંચ પોરબંદરમાં દસ રાજકોટમાં ૨૬ સુરેન્દ્રનગરમાં ૮ અને મોરબીમાં ૧૩ બેલેટ યુનિટ મળીને કુલ ૧૭૧ બેલેટ યુનિટ બગડેલા છે.

કંટ્રોલ યુનિટ ની વાત કરીએ તો અમરેલીમાં ૨૯ ભાવનગરમાં ૪૩ દ્રારકામાં ૧૬ ગીર સોમનાથમાં ૩૭ જામનગરમાં ૩૫ જૂનાગઢમાં ૬૧ કચ્છમાં ૪૫ બોટાદમાં ૧૦ પોરબંદરમાં ૧૭ રાજકોટમાં ૯૬ સુરેન્દ્રનગરમાં ૫૧ અને મોરબીમાં ૨૧ યુનિટો બગડેલા નીકળ્યા છે. આવા બગડેલા યુનિટોની કુલ સંખ્યા ૪૬૧ થવા જાય છે.
વિવિપેટ ની વાત કરીએ તો અમરેલીમાં ૫૭ ભાવનગરમાં ૯૦ દ્રારકામાં ગીર સોમનાથમાં ૬૨ જામનગરમાં ૩૮ જૂનાગઢમાં ૮૨ કચ્છમાં ૬૦ બોટાદમાં ૧૫ પોરબંદરમાં ૪૦ રાજકોટમાં ૯૬ સુરેન્દ્રનગરમાં ૫૧ અને મોરબીમાં ૪૫ મળી ૬૫૬ બગડેલા છે.

ચૂંટણી પંચની સૂચના મુજબ સૌરાષ્ટ્ર્ર કચ્છમાંથી આવા બગડેલા વીવીપેટ, બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ રાજકોટ મંગાવવામાં આવ્યા હતા. આજે આ તમામ મશીનો લઈને ચુંટણી શાખાના મામલતદાર હિમાંશુભાઈ ચૌહાણ અને નાયબ મામલતદાર ધીરેનભાઈ પુરોહિત સહિતની ટીમ બેંગ્લોર જવા નીકળી છે. આ ટીમની સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત અને જીપીએસવાળું વાહન રાખવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application