જમીનના ૬૦થી ૬૫ વર્ષ જૂના ચાર કાયદામાં સુધારા કબજો ધરાવનારાઓને રેગ્યુલરાઈઝ કરી અપાશે

  • August 29, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આશરે ૬૦ થી ૬૫ વર્ષ જૂના અલગ અલગ ચાર કાયદાઓમાં ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્રારા સુધારા કરવામાં આવ્યા છે અને હાલ જમીનના જે કબજેદારો હોય તેમને રેગ્યુલરાઈઝ કરી આપવા માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.


ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુકત સચિવ (જમીન સુધારણા એચ. સી. પટેલે આ સંદર્ભે કરેલી જાહેરાતમાં જણાવ્યા મુજબ ૧૯૫૮ ના ધ મુંબઈ કનિ ગામ વતન (ગામ નોકર સરકારી ઉપયોગી) નાબૂદી એકટ અધિનિયમ હેઠળની જમીનોના અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરવાનો નિર્ણય લેવાયો છે.આવી જ રીતે ધી મુંબઈ ઇનામ (કચ્છ વિસ્તાર) એબોલીશન એકટ ૧૯૫૮ અધિનિયમ હેઠળ જમીનના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરાશે. ૧૯૫૯ ના મુંબઈ (સૌરાષ્ટ્ર્ર એરીયા) અઘાટ ટેન્યોર અને ઇજારા એબોલીશન એકટ તથા ગુજરાત પટેલ વતન નાબુદી ધારો ૧૯૬૧ ની જોગવાઈ હેઠળ જમીનોના અનધિકૃત કબજાઓ નિયમબધ્ધ કરવામાં આવશે.

સરકારે આ બાબતે એવી સ્પષ્ટ્રતા કરી છે કે આ તમામ ચાર કાયદામાં જે તે સમયે નિયત સમય મર્યાદામાં નિયત કરેલ કબજા કિંમત ભરાવીને રીગ્રાન્ટ કરી કબજેદારોને માલિકી હક આપવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના ખેડૂતો હતા અને કાયદાની પૂરી જાણકારીનો અભાવ કે અન્ય કારણોસર નિયત સમય મર્યાદામાં આવી કબજા કિંમત ભરી શકયા નથી. કાયદાની જોગવાઈ મુજબ આવી જમીનોમાં કબજો જમાવનારની હકાલ પટ્ટી કરીને સરકારે જમીનનો કબજો મેળવી લેવાનો હોય છે. આ ચારે ચાર કાયદા સન ૨૦૦૦માં રીપલ એકટથી રદ કરવામાં આવેલ છે અને તેથી કબજા કિંમત ભર્યા વગરના અનધિકૃત કબજેદારોને હકાલ પટ્ટી કરીને દૂર કરી શકાય તેમ નથી અને કબજા કિમત ભરવાની નિયત સમય મર્યાદા પણ વધારી શકાય તેમ નથી. આવા કિસ્સામાં કબજો રેગ્યુલરાઈઝ કરી આપવા માટે પ્રવર્તમાન જંત્રી કિંમતના ૨૦% રકમ ભરવાની રહેશે આ માટેની સતાં જિલ્લા કલેકટરોને આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application