ખાતેદારે બેન્કમાંથી ૬ કરોડ ઉપાડયા, કહ્યું 'મશીનથી નહીં હાથેથી ગણીને આપો

  • October 30, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક એવી બેંકિંગ ઘટના સામે આવી છે. જેમાં કરોડપતિ વ્યકિતએ બેંકમાંથી એક સાથે પોતાના ૫.૬૯ કરોડ રૂપિયા ઉપાડી લીધા. પછી તે પિયા ગણવા માટે મશીન નહીં પણ બેંકના સ્ટાફને કહ્યું, બધા ધંધે લાગ્યા.હવે બેંકોમાં મશીનો દ્રારા નોટો ગણાય છે, પરંતુ એક વ્યકિત એ વાત પર મક્કમ હતો કે તે બેંક સ્ટાફના હાથે ગણીને જ પિયા લેશે. વાસ્તવમાં, એક કરોડપતિ વ્યકિતએ બેંકમાંથી લગભગ ૬ કરોડ પિયા ઉપાડી લીધા, પરંતુ બેંક અને તેના સ્ટાફ પ્રત્યે તેનો ગુસ્સો એટલો હતો કે તેણે જાણી જોઈને બેંક સ્ટાફને કહ્યું કે પોતે હાથથી ગણેલા પિયા જ લેશે. આ ઘટના ચીનની છે, જયાં બેંકના સુરક્ષા કર્મચારીઓ સાથેની દલીલ બાદ એક અમીર વ્યકિતએ શાંઘાઈ બેંકમાંથી ૫.૬૯ કરોડ પિયા ઉપાડી લીધા અને બેંક કર્મચારીઓને તેને જાતે ગણવા કહ્યું.


આ કરોડપતિ વ્યકિતએ બેંકના સુરક્ષા ગાર્ડના વર્તનથી નારાજ થઈને આ પગલું ભયુ. કરોડપતિએ તેના બેંક ખાતામાંથી ૫.૬૯ કરોડ પિયા ઉપાડી લીધા હોવાનો દાવો કર્યેા છે. આ વ્યકિતનું માનવું છે કે તેણે સુરક્ષા ગાર્ડની ગ્રાહક સેવાનો અનુભવ કર્યા બાદ આ પગલું ભયુ હતું. તેનો આરોપ છે કે બેંક સ્ટાફે તેની સાથે યોગ્ય વર્તન કયુ નથી.


આ ચીની અમીર વ્યકિતનું નામ સનવેર છે. તેણે એક દિવસમાં બેંકમાંથી ઉપાડી શકાય તેટલી મહત્તમ રકમ ઉપાડી લીધી અને બેંક કર્મચારીઓને હાથ વડે નોટોની વાડ ગણવા કહ્યું. બેંક કર્મચારીઓને ૫.૬૯ કરોડ પિયાની નોટો ગણવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ અમીર વ્યકિત બેંકમાં પોતાના બાકીના પિયા ઉપાડીને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યો છે. સનવિયરે આવું એટલા માટે કયુ કારણ કે બેંક ગાર્ડે તેને માસ્ક પહેરવાનું કહ્યું હતું.

બીજી તરફ બેંકનું કહેવું છે કે સિકયોરિટી ગાર્ડે ગેરવર્તણૂક કરી નથી, બલ્કે આ દલીલ ત્યારે થઈ યારે કરોડપતિ સનવેરને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવ્યું. બેંકે આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું છે, જેમાં ખુલાસો થયો છે કે કરોડપતિ માસ્ક પહેર્યા વગર જ બ્રાન્ચમાં આવ્યા હતા. તેથી, સુરક્ષા કર્મચારીઓએ તેને માત્ર એક જ માસ્ક પહેરવાનું કહ્યું. આ બાબતે જ ચર્ચા ચાલી હતી.


પોતાનો બચાવ કરતી વખતે, ચીનના કરોડપતિએ સ્વીકાયુ કે તે માસ્ક લાવવાનું ભૂલી ગયો હતો, પરંતુ તેણે ગાર્ડને વધારાનો માસ્ક લાવવા કહ્યું હતું. વ્યકિતએ કહ્યું કે એક પણ ક્ષણ એવી નથી કે યાં તેણે કોરોના પ્રોટોકોલનું પાલન ન કયુ હોય.તેણે કહ્યું કે મેં સુરક્ષા કર્મચારીઓને નજીકની દુકાનમાંથી માસ્ક ખરીદવા કહ્યું હતું. જો કે, આ ચીની અબજોપતિની નોટોના શૂટકેસ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application