રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે આજે સવારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં એસ્ટેટ ઓફિસર દ્વારા નવરાત્રીના તહેવારમાં અવર્ચિીન રાસોત્સવ યોજવા માટે મ્યુનિસિપલ મેદાનો ભાડે આપવાના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જેમાં મહાપાલિકાને કુલ રૂ.59,10,627ની ભાડાની આવક થઇ હતી.
વધુમાં આ અંગે એસ્ટેટ બ્રાન્ચએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા વધુ ટેન્ડર આવતા તેમજ તંદુરસ્ત સ્પધર્િ થતા આ વખતે મેદાન ભાડાની તુલનાત્મક આવક વધુ થઇ છે, ગત વર્ષે કુલ આવક રૂ.37,86,599 થઇ હતી જેની સામે આ વર્ષે રૂ.59,10,627ની આવક થઇ છે. આ મુજબ ગત વર્ષ કરતા 21,24,028ની વધુ આવક થઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેદાનો અર્વાચીન રાસોત્સવ માટે મેળવવા દર વર્ષે ભારે પડાપડી થતી હોય છે અને આ વર્ષે પણ અર્વાચીન રાસોત્સવના આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તંદુરસ્ત સ્પર્ધા થવાના કારણે મહાનગર પાલિકા તંત્રને લાખો િ5યાનો ફાયદો થયો છે. સમગ્ર ટેન્ડર પ્રક્રિયા ઉ5ર ઉચ્ચ અધિકારીઓએ બાજ નજર રાખી હતી તેમજ એસ્ટેટ શાખાના સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવી હતી. મહાનગરપાલિકાના મેદાનોમાં યોજાતા રાસોત્સવ સફળ રહેતા હોય અને મેદાનો શહેરની વચ્ચોવચ્ચ પ્રાઇમ લોકેશનમાં આવેલા હોય તેવા કારણે આયોજકો પણ મ્યુનિસિપલ મેદાનો મેળવવાના આગ્રહી હોય છે.
ચાલુ વર્ષ સુધી મ્યુનિસિપલ મેદાનો ભાડે આપવા માટેના ટેન્ડર ઓનલાઇન ડાઉનલોડ થાય અને ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ ટેન્ડર ભરીને હાર્ડકોપી એસ્ટેટ બ્રાન્ચને પહોંચાડવાની રહે તેવી સિસ્ટમ છે પરંતુ આગામી વર્ષથી સમગ્ર સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરવાનું વિચારાધીન હોવાનો નિર્દેશ ઉચ્ચ અધિકારી વર્તુળોએ આપ્યો હતો. આગામી વર્ષે અમુક નવા મેદાનો આઇડેન્ટીફાઇ કરીને તેના પણ ટેન્ડર પ્રસિધ્ધ કરવાનું ભાવિ આયોજન છે.
રેસકોર્સ મેદાન-એ
રેસકોર્સ મેદાન-એ કે જેનું ક્ષેત્રફળ 12,800 ચોરસ મીટર છે, તેની અપસેટ પ્રાઇસ રૂ.6 હતી. ગત વર્ષે રૂ.6ના ભાવે આ ગ્રાઉન્ડ ભાડે આપતા રૂ.11,96,237ની આવક થઇ હતી જેની સામે ચાલુ વર્ષે રૂ.11નો ભાવ આવતા મનપાને રૂ.21,93,101ની આવક થઇ છે.
સાધુ વાસવાણી માર્ગ મેદાન
સાધુ વાસવાણી માર્ગ ઉપર રાજ પેલેસ સામેનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 5388 ચોરસ મીટર છે જેની અપસેટ પ્રાઇસ રૂ.6 હતી, ગત વર્ષે આ પ્લોટ માટે રૂ.6.10 પૈસાનો ભાવ આવતા રૂ.5,11,933ની આવક થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે રૂ.6.05ની આવક થતા રૂ.5,07,738ની આવક થઇ છે.
રેસકોર્સ મેદાન-બી
રેસકોર્સ મેદાન-બી કે જેનું ક્ષેત્રફળ 12,723 ચોરસ મીટર છે, તેની અપસેટ પ્રાઇસ રૂ.6 હતી. ગત વર્ષે રૂ.6ના ભાવે ગ્રાઉન્ડ આપતા રૂ.11,89,041ની આવક થઇ હતી, ચાલુ વર્ષે પણ આ મુજબના ભાવથી જ ગ્રાઉન્ડ અપાતા મનપાને ગત વર્ષ જેટલી જ આવક થઇ છે.
પ્રમુખ ઓડિટોરિયમ પાસેનું મેદાન
રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 3073 ચોરસ મીટર છે, અપસેટ પ્રાઇસ રૂ.પાંચ રખાઇ હતી. આ પ્લોટ માટે ગત વર્ષે પણ એક પણ ટેન્ડર આવ્યું ન હતું અને આ વર્ષે પણ એક પણ ટેન્ડર આવ્યું નથી.
નાનામવા સર્કલ મેદાન
નાના મવા સર્કલ ખાતે પેટ્રોલપમ્પ પાસેનું કોર્નરનું 9438 ચોરસ મીટર ક્ષેત્રફળનું મેદાન જેની અપસેટ પ્રાઇસ રૂ.6 હતી, ગત વર્ષે આ મેદાનનો ભાવ રૂ.6.05 પૈસા આવ્યો હતો અને રૂ.8,89,388ની આવક થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે રૂ.12.51 પૈસાનો ઉંચો ભાવ આવતા મહાપાલિકાને રૂ.15,58,516ની આવક થઇ છે.
અમીન માર્ગ કોર્નર મેદાન
અમીન માર્ગના છેડે 150 ફૂટ રિંગ રોડ કોર્નર ઉપર આવેલ મેદાન કે જેનું ક્ષેત્રફળ 4669 ચોરસ મીટર છે તેની અપસેટ પ્રાઇસ રૂ.5 હતી જેની સામે રૂ.7.50નો ભાવ આવતા મહાપાલિકાને રૂ.4,62,231ની આવક થશે. ગત વર્ષે આ પ્લોટ માટે એક પણ ટેન્ડર આવ્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech