અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરેનું વેચાણ કરતી અન્નપૂર્ણા માર્ટમાં 290 અખાદ્ય જથ્થો મળી આવ્યો, ફૂડ શાખા દ્વારા સ્થળ પર કરાયો નાશ

  • August 09, 2023 04:19 PM 

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરી આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન શિવાલિક -8, સાધુવાસવાણી રોડ પાસે આવેલા વિવેક બાલચંદાણીની અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરેનું વેંચાણ કરતી રિટેલર પેઢી અન્નપુર્ણા માર્ટની સ્થળ તપાસ કરવામાં આવી હતી. પેઢીની તપાસ કરતાં 50% ભાવે આપવાના સ્ટીકર લગાવેલા વિવિધ પેક્ડ ખાધ્ય ચીજો જે દરેક વસ્તુ તપાસતા વિવિધ પ્રકારની બેકરી પ્રોડક્ટ્સ, ખાખરા, ચીકી, મરચું પાઉડર, હળદર પાઉડર, વિવિધ પ્રકારના મરી-મસાલા, અથાણાં, નુડલ્સ, પાસ્તા, ચોકલેટ તથા રેડી ટુ ઈટ ફૂડ વગેરે પેક્ડ ખાધ્ય ચીજને બે માસથી દોઢ વર્ષ જેટલા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ વેચાણ માટે રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત પેઢીમાં સંગહ કરેલા ડિસ્પ્લેમાં વેચાણ માટે રાખેલા અનાજ, કઠોળ, મગ, અળદ, મોરૈયો વગેરે ખાધ્ય ચીજના પેકિંગ તપાસતા બગડેલા, સડેલા, ધનેડા- જીવાતવાળા જોવા મળ્યા હતા. 
        

પેઢી પર મળી આવેલા સમગ્ર અખાધ્ય જણાયેલા કુલ 290 કિ.ગ્રા.જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી SWM વિભાગની ટીપર વાન દ્વારા ગાર્બેઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application