જી.જી. હોસ્પિટલમાં કોરોનાની લહેરને પહોંચી વળવા ૧૨૫ કોવિડ બેડ, ૮૦ વેન્ટિલેટર્સ તૈયાર

  • April 11, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ ઓક્સિજન પ્લાન્ટને પણ રેડી કરી લેવાયા: ૩૦૦ તબીબો અને ૭૦૦ નર્સિંગ સ્ટાફના ટ્રેનિંગ સેશન શરુ

કોરોના વાયરસની ચોથી લહેરની દહેશત જામનગરની સરકારી જીજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં ૧૨૫ બેડ અને ૮૦ વેન્ટીલેટર તૈયાર કરી લેવાયા છે, સાથો સાથ ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે. સાથો સાથ ૩૦૦ તબીબો અને ૭૦૦ નર્સિંગ સ્ટાફ માટે ટ્રેનિંગના સેશન પણ શરુ કરી દેવામાં આવ્યા છે.
કોરોનાની સંભવિત ચોથી લહેર વચ્ચે ગઇકાલે રાજ્યભરની હોસ્પિટલોમાં મોકડ્રિલ  નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની પણ સરકારી જી જી હોસ્પિટલમાં તબીબી ટુકડી દ્વારા હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધન, સુવિધા અને સારવાર અંગેની ચકાસણી કરવામાં આવી હતી.
કોરોના વાયરસની ચોથી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે .આથી કેન્દ્રની અને રાજ્ય ની સરકાર પણ સતર્ક બની છે .રાજ્યભર માં છેલ્લા કેટલાક દિવસ થી કોરોના ની સંખ્યા માં ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. દરમ્યાન ગઇકાલે સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અપાતી સારવાર સુવિધા અને સાધનો ની ઉપલબ્ધિ વગેરે અંગે ની ચકાસણી માટે ની એક મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં કોરોના કેસ ની સંખ્યા વધે તો હોસ્પિટલ માં સાધન સુવિધા અને ડોક્ટર ની શુ ઉપલબ્ધ છે ? તે અંગે તબીબી ટુકડી ઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
જી જી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી ઉપરાંત ડો. વસાવડા, ડો. એસ.એસ.ચેટર્જી્,  ડો. મનીષ મહેતા, ડો.ભૂપેન્દ્ર ગોસ્વામી, ડો. ભદ્રેશ વ્યાસ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફ વગેરે દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્ક, સાધન, દવા, વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. જી જી હોસ્પિટલમાં હાલ ૧૨૫ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ૮૦ વેન્ટિલેટર કાર્યરત છે. તેમજ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ અને ટેન્ક કાર્યરત છે. જેમાં જી જી હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે ઓક્સિજન ઉપર અને બે રુમ એર ઉપર છે.જ્યારે ડોક્ટર ચેટર્જી્  દ્વારા સંબંધીત તબીબો અન્ય અને સ્ટાફને જરુરી તાલીમ આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application