રાજકોટમાં પાંચ વર્ષમાં ડેંગ્યુના ૧૦૬૨ કેસ ઓન રેકર્ડ; વાસ્તવિક સંખ્યા દસ ગણી વધુ

  • May 15, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં ડેન્ગ્યુના ૧૦૬૨ કેસ મહાપાલિકાની આરોગ્ય શાખામાં ઓન રેકર્ડ નોંધાયેલા છે. જો કે રાજકોટ શહેરના ખાનગી તબીબોના મતે ઉપરોકત કેસની તુલનાએ ખરેખર દસ ગણા વધુ કેસ નોંધાયા હશે ! રાજકોટમાં કાર્યરત ૩૦૦૦થી વધુ તબીબો પાસેથી મહાપાલિકા રોગચાળાનો ડેઇલી રિપોર્ટ મેળવતી ન હોય જેટલી વિગતો તંત્રવાહકોને ઉપલબ્ધ થાય તેટલા કેસ હોવાનું જાહેર કરાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ડેંગ્યુ અંગે જનજાગૃતિ લાવવા આવતીકાલે યોજાનાર કાર્યક્રમોનો લાભ લેવા તેમજ ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે મચ્છર ઉત્૫તિ અટકાવવા સહયોગ આ૫વા અપીલ કરાઇ છે.દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્ર્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલય દ્રારા ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્ટ્ર્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે.

આ વર્ષની થીમ છે ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ ૫ર નિયંત્રણ મેળવીએ એટલે કે ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે તમામ કક્ષાએથી જનસમુદાયનો સહયોગ અત્યતં આવશ્યક છે અને જનસમુદાયની ભાગીદારી જરી છે.ડેન્ગ્યુ એ વાઇરસથી થતો તથા એડીસ મચ્છર દ્રારા ફેલાતો રોગ છે. એડીસ મચ્છર દિવસે કરડે છે. ડેન્ગ્યુના લક્ષણોમાં તાવ, શરીર કળતર, ઉલ્ટી ઉબકા, માથુ દુખવું વગેરે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુના લક્ષણો ર થી ૭ દિવસ રહે છે. ડેન્ગ્યુથી પ્રભાવિત મોટાભાગના લોકો લગભગ એક અઠવાડિયા ૫છી સ્વસ્થ થઇ જાય છે. ૫રંતુ જાતે દવા ન લેતા ડોકટરને બતાવવું હિતાવહ છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ તથા નાયબ કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા–મેલેરિયા વિભાગના બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ સહિતની ટીમ દ્રારા લોકોને ડેન્ગ્યુ વિષયક માહિતી આ૫વા તથા ડેન્ગ્યુના મચ્છરની ઉત્પતિ અટકાયતી ૫ગલાની સમજ આ૫વા માટે જુદા–જુદા માધ્યમથી જાહેર આરોગ્ય શિક્ષણ આપવા માટે આવતીકાલે વોર્ડવાઇઝ જાહેર પ્રદર્શન, પપેટ શો, શેરી નાટક, રાત્રી સભા, રેલી વિગેરે યોજાશે


રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી ડેંગ્યુના કેસમાં સતત વધારો
૨૦૨૦  ૬૨
૨૦૨૧૪  ૩૩
૨૦૨૨૨  ૮૯
૨૦૨૩૨  ૬૫
૨૦૨૪  ૧૩
(તા.૧૫–૫–૨૦૨૪ સુધીમાં)


ડેંગ્યુથી બચવા મચ્છર ઉત્પતિ અટકાવવા આટલું જરૂર કરીએ
(૧) બિનજરી ડબ્બા, ડબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ
(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ
(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ
(૪) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ
(૫) અગાશી, છજજામાં જમા રહેતા વરસાદી પાણીનો નિકાલ કરીએ
(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ
(૭) ડેન્ગ્યુ નિયંત્રણમાં મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સહકાર આપો
(૮) જયાં જયાં પાણી, ત્યાં ત્યાં પોરા, જયાં જયાં પોરા, ત્યાં ત્યાં મચ્છર, જયાં જયાં મચ્છર, ત્યાં ત્યાં ડેન્ગ્ય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application