BREAKING NEWS

ઓખા નજીક બોલેરોની હડફેટે બાઈક સવાર યુવાન ઈજાગ્રસ્ત

  • May 21, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા નજીક બોલેરોની હડફેટે બાઈક સવાર યુવાન ઈજાગ્રસ્ત

ઓખાના બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં મફતીયાપરા ખાતે રહેતા તોર્યાભા જોધાભા ગોહેલ નામના ૩૭ વર્ષના યુવાન ગત તારીખ ૧૦ મે ના રોજ રાત્રિના આશરે ૮:૩૦ વાગ્યાના સમયે મીઠાપુરથી ઓખા તરફ પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ઓખામાં કોસ્ટ ગાર્ડ ફાટક પાસે પહોંચતા પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. ૧૩ એ.એચ. ૧૪૮૨ નંબરની બોલેરો ગાડીના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
​​​​​​​
આ બનાવ અંગે ઇજાગ્રસ્તના મોટાભાઈ માલાભા જોધાભા ગોહેલ (ઉ.વ. ૪૬, રહે. શામળાસર) ની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે બોલેરો વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application